Western Times News

Gujarati News

વારી એનર્જીસે રૂ. 792 કરોડમાં EGP ઇન્ડિયા ખરીદી

મુંબઇ11 જાન્યુઆરી2025: 13.3 ગીગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે ભારતના સૌથી મોટા સોલર પીવી મોડ્યુલ્સના ઉત્પાદક વારી એનર્જીસ લિમિટેડે અનેલ ગ્રીન પાવર ડેવલપમેન્ટ એસ.આર.એલ. પાસેથી અનેલ ગ્રીન પાવર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (ઇજીપી ઇન્ડિયા)નો 100 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે એક નિશ્ચિત કરાર ઉપર હસ્તાક્ષર કર્યાં છે. આ હસ્તાંતરણનું વર્તમાન મૂલ્ય રૂ. 792 કરોડ છે, જે સમાપન ગોઠવણોને આધીન છે.

ઇપીજી ઇન્ડિયા સોલર અને વિન્ડ પ્રોજેક્ટ્સ સહિત આશરે 640 MWAC (760 MWDC)ની કુલ ક્ષમતા ધરાવતા રિન્યૂએબલ પ્લેટફોર્મનું સંચાલન કરે છે (તેમાં ભાગીદારો સાથેના સંયુક્ત માલિકીના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે, જેમાં ઇજીપી ઇન્ડિયા સાથે બહુમતી હિસ્સો છે) અને ભારતના વિવિધ રાજ્યોમાં આશરે 2.5 ગીગાવોટની પ્રોજેક્ટ પાઇપલાઇન ધરાવે છે.

આ હસ્તાંતરણ સાથે વારીએ દેશના અગ્રણી રિન્યૂએબલ એનર્જી ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર્સ (આઇપીપી)માં સ્થાન પ્રાપ્ત કર્યું છે તથા મધ્ય પ્રદેશમાં યુટિલિટી હરાજી પ્રાપ્ત કરવા સહિત તાજેતરની સફળતાને આધારે તેની પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પાઇપલાઇનનું વિસ્તરણ કરે છે.

આ હસ્તાંતરણથી આવકના સ્રોતમાં વિવિધતા આવશે, વિન્ડ પ્રોજેક્ટ્સ માટે અમલીકરણની ક્ષમતાઓમાં વધારો થશે તથા વારીના આઇપીપી બિઝનેસના વિકાસને વેગ મળશે. એમ્બિટ પ્રાઇવેટ લિમિટેડે આ ટ્રાન્ઝેક્શન માટે વ્યૂહાત્મક નાણાકીય સલાહ આપી હતી તથા કાનૂની સલાહકાર સાર્થક લો હતાં, જ્યારે કે ટીયુવી એસયુડી ટેક્નિકલ કન્સલ્ટન્ટ હતાં.

વારી એનર્જીસ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડો. હિતેશ દોશીએ કહ્યું હતું કે, અમારું મીશન ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન છે અને આ હસ્તાંતરણ અમારા એકંદર વિકાસની રણનીતિમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. ઇજીપી ઇન્ડિયાના પોર્ટફોલિયોને એકીકૃત કરતાં અમારી પાસે વધુ વ્યવસાયિક તકો માટેનો એક મજબૂત રનવે છે. અમે આ હસ્તાંતરણની ક્ષમતાઓ વિશે ઉત્સાહિત છીએજે અમારા હિતધારકોને વધ મૂલ્ય પ્રદાન કરે છે તથા વૈશ્વિક એનર્જી ટ્રાન્ઝિશન તરફ વધુ એક મહત્વપૂર્ણ કદમ તરીકે જોઇએ છીએ.

વારી ગ્રૂપના રિન્યૂએબલ આઇપીપી બિઝનેસના સીઇઓ પવન કુમાર અગ્રવાલે કહ્યું હતું કે, ઇજીપી ઇન્ડિયાના પોર્ટફોલિયોનું હસ્તાંતરણ વારી ગ્રૂપના રિન્યૂએબલ આઇપીપી બિઝનેસને મજબૂત શરૂઆત આપશે તથા સોલર અને વિન્ડ એનર્જી પ્રોજેક્ટ્સના વિકાસસંચાલન અને મેનેજમેન્ટમાં સમૂહની ક્ષમતાઓમાં વધારો કરશે.. અમે આ હસ્તાંતરણ અંગે ઉત્સાહિત છીએ કારણકે તેનાથી ભારતીય રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે અમારી ભૂમિકા મજબૂત બનશેઉચ્ચ ગુણવત્તાયુક્ત સોલર અને વિન્ડ પ્રોજેક્ટ્સ ડિલિવર કરવાની સાથે-સાથે સ્વચ્છ અને એફડીઆરઇ અને આરટીસી જેવાં સસ્ટેનેબલ એનર્જી સોલ્યુશન્સ ડિલિવર કરી શકાશે.”

અનેલના એશિયા અને ઓશનિયાના વડા સ્ટેફન ઝ્વેગિન્ટઝોએ જણાવ્યું હતું કે, અનેલની વ્યૂહાત્મક યોજના મૂજબ આ સોદો ગ્રૂપની આંતરરાષ્ટ્રીય ઉપસ્થિતિ અને એસેટ પોર્ટફોલિયોના ઓપ્ટિમાઇઝેશનને આગળ ધપાવે છે. તેમાં એકીકૃત એનર્જી માર્કેટ ઉપસ્થિતિ સાથે મુખ્ય ભૌગોલિક ક્ષેત્રો ઉફર ધ્યાન કેન્દ્રિત કરતાં એસેટ રોટેશન અને મૂડી ફાળવણીની વ્યૂહરચનાનો સમાવેશ થાય છે.”

આ હસ્તાંતરણની પૂર્ણતા ચોક્કસ પરંપરાગત શરતોને આધીન છે. વારી એનર્જીઝ રિન્યૂએબલ એનર્જીમાં નેતૃત્વને આગળ ધપાવે છે તથા સસ્ટેનેબલ પ્લેનેટ માટે ઇનોવેશનને પ્રોત્સાહન આપે છે. આ હસ્તાંતરણ ભવિષ્યની પેઢીઓ પ્રત્યેના તેના સમર્પણ અને રિન્યૂએબલ એનર્જીના લેન્ડસ્કેપ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.