Western Times News

Gujarati News

796 કિમીના હાઈવે રોડ પર 87 કરોડના ખર્ચે એન્ટીગ્લેર સિસ્ટમ લગાવાશે

સીએમએ અકસ્માત સંભાવનાગ્રસ્ત માર્ગો પર રોડ સેફ્‌ટી કામગીરી માટે ફાળવ્યા ૧૮૮ કરોડ

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અકસ્માત સંભાવનાગ્રસ્ત માર્ગો પર રોડ સેફ્‌ટી કામગીરી માટે રૂ ૧૮૮ કરોડ ફાળવ્યા છે,અકસ્માતોની સંખ્યા ઘટે અને માર્ગ સલામતી વધે તેવો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જનહિતકારી અભિગમ છે,જેમાં વળાંક સુધારણા- ક્રેશ બેરિયર- સ્પોટ વાઇડનીંગ વગેરે ૮૦ કામો અને ૩૨૯ કિલોમીટર લંબાઈમાં રૂ. ૧૦૦ કરોડના ખર્ચે હાથ ધરાશે.

ફોર લેન – સિક્સ લેન માર્ગો પર રોડ સેફ્‌ટીને ધ્યાને લઈને એન્ટીગ્લેર સિસ્ટમના કુલ ૭૬ કામો ૭૮૬ કિલોમીટર લંબાઈના માર્ગો પર કરવા માટે રૂ. ૮૭.૫૨ કરોડ મંજૂર કર્યા.મુખ્યમંત્રીએ માર્ગો પર અકસ્માતોની સંખ્યા ઘટે અને વાહન ચાલકો માટે માર્ગ સલામતી વધે તેવો જનહિત અભિગમ અપનાવ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવા હયાત માર્ગો જ્યાં વધુ અકસ્માત થવાની સંભાવના હોય ત્યાં જરૂરી સુધારણાની કામગીરી માટે રૂ ૧૦૦.૫૩ કરોડ મંજૂર કર્યા છે.

તદનુસાર ,વળાંક સુધારણા, ક્રેશ બેરિયર, સ્પોટ વાઇડનિંગ , તથા રોડ ફર્નિચર વગેરે કામગીરી ના કુલ ૮૦ કામો ૩૨૮.૭૩ કિલોમીટર લંબાઇના માર્ગો પર હાથ ધરવા માટે આ રકમ ફાળવવામાં આવી છે.

મુખ્યમંત્રીએ આ ઉપરાંત રાજ્યના માર્ગ મકાન વિભાગ હસ્તકના ફોર લેન અને સિક્સ લેન રોડ પર એન્ટીગ્લેર સિસ્ટમ લગાવવા કુલ ૭૮૬.૪૧ કિલોમીટરની લંબાઈના માર્ગો પર ૭૬ કામો માટે ૮૭.૫૨ કરોડ રૂપિયા ફાળવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના આ નિર્ણયને પરિણામે રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટશે તેમજ યાતાયાત વધુ સુરક્ષિત બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.