Western Times News

Gujarati News

110 કિ.મી. ઝડપે ટ્રેન દોડી -1178 ફૂટ ઊંચા કાશ્મિરના ચેનાબ બ્રિજ પર

આ ટ્રેન સવારે ૧૦.૩૦ વાગે કટરા સ્ટેશનથી રવાના થઈ હતી અને દોઢ કલાકમાં બનિહાલ સ્ટેશન પહોંચી

જમ્મુ, જમ્મુ-શ્રીનગર રેલવે લાઈન ટૂંક સમયમાં ચાલુ થવા માટે તૈયાર છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાની ટ્‌વીટર પોસ્ટમાં આ વિશે કહ્યું છે. જોકે, સૌથી મહત્ત્વપૂર્ણ કટરા-બનિહાલ ટ્રેક પર ટ્રાયલ ટ્રેનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

ખાસ વાત એ છે કે આ ટ્રેન લગભગ ૧૧૦૦ ફૂટથી વધુ ઊંચા ચિનાબ પુલ પર ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડી. આ સફળ ટ્રાયલની જાણકારી કેન્દ્રીય મંત્રીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા શેર કરી છે. Western Railway tested train run at 110 kmph on Chenab bridge. The Jammu Srinagar railway line is getting ready to be operational soon.

સીઆરએસ દિનેશ ચંદ દેશવાલ અનુસાર ‘કટરાથી બનિહાલ સુધીનો આ રેલવે ટ્રેક ખૂબ પડકારપૂર્ણ રહ્યો છે. આ ૧૮૦ ડિગ્રીના ચઢાણવાળો ટ્રેક છે પરંતુ આની પર ટ્રાયલ ટ્રેનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. બુધવારે આ ટ્રેન સવારે ૧૦.૩૦ વાગે કટરા સ્ટેશનથી રવાના થઈ હતી અને ઝડપથી દોડતાં લગભગ દોઢ કલાકમાં બનિહાલ સ્ટેશન પહોંચી ગઈ. આ ટ્રેક પર આ અંતિમ ટ્રાયલ રન હતી જે સફળ રહી છે.

કાશ્મીર માટે સીધી ટ્રેન સેવા શરૂ કરવા પર નિર્ણય લીધા પહેલા તમામ ટ્રાયલ રનના એકત્ર આંકડાનું વિશ્લેષણ કરવામાં આવશે.’

દેશના સૌથી ઊંચા પુલ પર દોડતી આ ટ્રાયલ ટ્રેનનો વીડિયો શેર કરીને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના ટ્‌વીટર એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે ‘ચિનાબ પુલ પર ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટ્રાયલ ટ્રેનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું, આ ખરેખરમાં એક ઐતિહાસિક દિવસ. જમ્મુ-શ્રીનગર રેલવે લાઈન ટૂંક સમયમાં ચાલુ થવા માટે તૈયાર છે.’

રેલવે મંત્રી દ્વારા શેર કરવામાં આવેલી વીડિયો પોસ્ટમાં ટ્રેન ઝડપથી આ પુલથી પસાર થતાં જોવા મળી રહી છે. આ ટ્રેનની સ્પીડ ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાક રહી. તે બાદ હવે કાશ્મીર અને દેશના અન્ય ભાગોની વચ્ચે સીધી રેલ સેવાઓની ટૂંક સમયમાં શરૂઆતની આશા વધી ગઈ છે. માત્ર ચિનાબ પુલ જ નહીં પરંતુ આ રેલવે રૂટ પર અંજી ખડ્ડ બ્રિજ પણ પડકારપૂર્ણ છે.

જેની પર પણ આ ટ્રેન આ જ ઝડપથી દોડતી દેખાઈ. ચિનાબ પુલ દેશના સૌથી ઊંચા બ્રિજમાં ટોપ પર છે અને તેની સમુદ્ર તળિયેથી ઊંચાઈ ૩૫૯ મીટર કે ૧૧૭૮ ફૂટ અને લંબાઈ ૧૩૧૫ મીટર (૪,૩૧૪ ફૂટ) છે. આ હિસાબે આ પેરિસના એફિલ ટાવરથી પણ ઊંચું છે, જે ૩૨૪ મીટર ઊંચું છે. આ તૈયાર કરવામાં અનુમાનિત ૧૪૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.