મુખ્યમંત્રીએ સ્વામી વિવેકાનંદજીના તૈલચિત્ર સમક્ષ ભાવ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધા સુમન પાઠવ્યા
સ્વામી વિવેકાનંદજીની ૧૬૨મી જન્મજયંતી
યુવાનો માટે આદર્શરૂપ અને પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીની ૧૬૨ મી જન્મજયંતી ‘રાષ્ટ્રીય યુવા દિવસ‘ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે સ્વામી વિવેકાનંદજીના તૈલચિત્ર સમક્ષ ભાવ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા.
ગુજરાત વિધાન સભા અધ્યક્ષશ્રી શંકર ભાઇ ચૌધરી પણ મુખ્ય મંત્રીશ્રી સાથે સ્વામી વિવેકાનંદજીને ભાવાંજલિ આપવામાં જોડાયા હતા.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ, ગુજરાત વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ શ્રી સી. બી. પંડ્યા ,ગુજરાત વિધાનસભાના અધિકારીશ્રીઓ તથા શાળાના વિદ્યાર્થીઓએ પણ સ્વામી વિવેકાનંદજીના તૈલ ચિત્ર સમક્ષ ભાવ પુષ્પો અર્પણ કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.