Western Times News

Gujarati News

યુક્રેને રશિયા પર 200 ડ્રોન અને મિસાઈલોથી હવાઈ હુમલો કર્યાે

પ્રતિકાત્મક

રશિયા અને યુક્રેન વચ્ચે વર્ષ ૨૦૨૨ થી યુદ્ધ ચાલી રહ્યું છે, રશિયન સેના મહિનાઓથી યુક્રેનિયન સેનાના સપ્લાય બેઝ પોકરોસ્કને કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે

નવી દિલ્હી,  યુક્રેને રશિયા પર ૨૦૦ ડ્રોન અને મિસાઈલ વડે પ્રચંડ હવાઈ હુમલો કર્યાે છે. સ્થાનિક અહેવાલો અનુસાર, રશિયામાં રાતોરાત મોટા પાયે ડ્રોન અને મિસાઇલ વડે યુક્રેને હુમલો કર્યાે હતો. જેમાં રશિયાની ઓઈલ ફેક્ટરી, એક કેમિકલ પ્લાન્ટ અને એક ગેસ પ્લાન્ટને નુકસાન થયું હતું. ઓઈલ ફેક્ટરી નજીક યુક્રેને હુમલો કરતા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન લાલઘૂમ થઇ ગયા હતા.

રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે, યુક્રેને રાતે અનેક ડ્રોન અને મિસાઇલો સાથે રશિયા પર હુમલો કર્યાે હતો. રશિયાના પ્રદેશો પર થયેલા આ હુમલામાં બે રશિયન ફેક્ટરીઓને નુકસાન થયું હતું. દક્ષિણ રશિયન શહેરમાં શાળાઓ પણ બંધ કરવી પડી છે. રશિયાનો દાવો છે કે, તેમણે ૨૦૦ થી વધુ યુક્રેનિયન ડ્રોન અને ૫ યુએસ નિર્મિત છ્‌છઝ્રસ્જી બેલિસ્ટિક ગાઈડેડ મિસાઇલોને નાશ કરી દીધી હતી.

પશ્ચિમ રશિયાના બ્રાસ્ક ક્ષેત્રના ગવર્નર એલેક્ઝાન્ડર બોગોમાઝે જણાવ્યું હતું કે, યુક્રેને મોટો મિસાઇલ હુમલો કર્યાે છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, યુક્રેનના મિસાઇલ અને ડ્રોન હુમલાઓમાં ઓરિઓલ, સારાટોવ, વોરોનેઝ, સુમી અને તુલા સહિત ૧૨ રશિયન પ્રદેશો તેમજ રિપબ્લિક ઓફ તાતારસ્તાનને નિશાન બનાવવામાં આવ્યા હતા. સારાટોવના ગવર્નર રોમન બુસાર્ગિને એંગલ્સ જિલ્લામાં ઔદ્યોગિક સુવિધાઓને નુકસાનની જાણ કરી હતી.

આ સિવાય હુમલામાં એક ઓઈલ ડેપોને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો. આ પહેલા રશિયાએ દાવો કર્યાે હતો કે, અમે પૂર્વ યુક્રેનના મહત્ત્વના પોકરોસ્ક શહેર નજીક કબજો કરી લીધો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, રશિયન સેનાએ પોકરોસ્ક લશ્કરી કેન્દ્ર નજીકના શેવચેન્કો લોજિસ્ટિક સેન્ટર નજીક નિયંત્રણ મળેવી લીધું છે. જે યુક્રેનના પૂર્વીય ડોનેસ્ક ક્ષેત્રમાં રશિયાની પ્રગતિનું મુખ્ય લક્ષ્ય હતું.

યુક્રેન સેનાએ જણાવ્યું હતું કે, રશિયાએ છેલ્લા ૨૪ કલાકમાં પોકરોસ્ક નજીક ૫૦ થી વધુ હુમલા કર્યા છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રશિયન સૈનિકોએ યુક્રેનિયન આર્મી એરપોર્ટ અને તેના સૈન્યને સેવા આપતા ઊર્જા માળખા પર વિમાન, ડ્રોન અને મિસાઇલો દ્વારા હુમલા કર્યા હતા.રશિયા અને યુક્રેન વચ્ચે વર્ષ ૨૦૨૨ થી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન સેના મહિનાઓથી યુક્રેનિયન સેનાના સપ્લાય બેઝ પોકરોસ્કને કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે.

પરંતુ હવે તેને કબજે કરવાને બદલે રશિયન સેના તેની સપ્લાય ચેઇનને કાપી નાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક યુક્રેનિયન લશ્કરી પ્રવક્તાએ મેજર વિક્ટરે જણાવ્યું હતું કે, રશિયન સૈનિકો પોકરોસ્કના મુખ્ય લોજિસ્ટિક્સ કેન્દ્રને ઘેરી રહ્યા છે.

રશિયન સૈનિકો ત્યાંથી મધ્ય યુક્રેનિયન શહેર દિનીપ્રો તરફ જતા હાઇવેને નિશાન બનાવી રહ્યા છે. આ માર્ગ સમગ્ર પ્રદેશમાં યુક્રેનિયન સેનાને પુરવઠો પહોંચાડવા માટે મહત્ત્વપૂર્ણ છે. હાઇવે ટ્રાફિક બંધ થવાથી પોકરોસ્ક પણ ગંભીર રીતે પ્રભાવિત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.