Western Times News

Gujarati News

કુંભમાં 11 લોકોની મોતની અફવા ફેલાવનારને પોલીસે ઝડપી લીધો

મહાકુંભના બીજા દિવસ દરમિયાન પ્રયાગરાજમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા

પ્રયાગરાજ,  મહાકુંભના બીજા દિવસ દરમિયાન પ્રયાગરાજમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. આજના મકર સંક્રાંતિના પહેલા અમૃત સ્નાનમાં કરોડો લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા પર અફવા ફેલાય હતી કે ઠંડીને કારણે બીમાર પડ્યા બાદ ૧૧ શ્રદ્ધાળુઓનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે. પરંતુ તપાસ કરતાં આ સમાચાર ખોટા હોવાનું બહાર આવ્યું છે.

હવે પોલીસે આ મામલે હ્લૈંઇ નોંધી છે.યુવકે ટ્‌વીટર પર કરી પોલીસને જાણ ઇન્સ્ટાગ્રામ પર દીપક શર્મા નામના એક યુઝરે ખોટી અફવાઓ ફેલાવવા બદલ યુપી પોલીસ અને બિજનૌર પોલીસને ટેગ કરીને શુભમ કટારિયા અને રાકેશ યાદવ આઝમગઢિયા નામના બે વ્યક્તિઓની ધરપકડની માંગ કરી છે. દીપક શર્માએ તે વ્યક્તિના નામનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે કે તે બિજનોરના નગીનાનો રહેવાસી છે.

દીપક શર્માએ પોતાની પોસ્ટમાં લખ્યું, “બિજનૌર પોલીસ અને યુપી પોલીસ કૃપા કરીને ધ્યાન આપે, આ વ્યક્તિ મહાકુંભ પર અફવાઓ ફેલાવીને વાતાવરણ બગાડી રહ્યો છે અને દેશની છબી ખરાબ કરી રહ્યો છે. તેને એવો પાઠ ભણાવવો જોઈએ કે તે યાદ રાખે.

તેમણે આગળ લખ્યું કે આ પોસ્ટ તેમની ધરપકડ ન થાય ત્યાં સુધી શેર કરવી જોઈએ. બિજનોર પોલીસે આપી પ્રતિક્રિયા દીપક શર્માની પોસ્ટનો જવાબ આપતાં, બિજનોર પોલીસે કહ્યું, “બધાપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને કેસ નોંધવા અને જરૂરી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.