Western Times News

Gujarati News

આધેડે બાળકીને ચોકલેટની લાલચ આપી દુષ્કર્મનો પ્રયાસ કર્યાે

માતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં આધેડ સામે પોક્સો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી

અમદાવાદ,  કૃષ્ણનગર વિસ્તારમાં પાડોશી આધેડે ૮ વર્ષની બાળકીને બિસ્કિટ અને ચોકલેટ આપવાની લાલચ આપીને ઘરમાં બોલાવીને અડપલા કરીને દુષ્કર્મનો પ્રયાસ કર્યાે હતો.

ત્યારે બીજા દિવસે પણ આધેડે બોલાવતા માતા સહિત પાડોશીઓએ આધેડને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ અંગે માતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં આધેડ સામે પોક્સો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

ઠક્કરનગરમાં ૮ વર્ષની બાળકી તેના પરિવાર સાથે રહે છે અને સ્કૂલમાં અભ્યાસ કરે છે. જ્યારે તેની પાડોશમાં ૫૫ વર્ષીય આધેડ રહે છે. બાળકી અવારનવાર પાડોશીના ઘરે આવતી-જતી હતી. જેથી આધેડને ઓળખતી હતી. ગત ૧૦ જાન્યુઆરીએ બપોરના સમયે બાળકી ઘર પાસે રમતી હતી તે સમયે આધેડે તેને બિસ્કિટ અને ચોકલેટ આપવાની લાલચ આપીને ઘરમાં બોલાવી હતી.

જે બાદ શારીરિક અડપલા કરીને દુષ્કર્મનો પ્રયાસ કર્યાે હતો. જેથી બાળકી બૂમો પાડીને ઘરે ભાગી ગઇ હતી. જે બાદ બાળકીએ સમગ્ર હકીકત તેની માતાને જણાવી હતી. જેથી માતાને આધેડને રંગહાથ પકડવો હોવાથી બાળકીને કોઇને જાણ કરવાની ના પાડી હતી. બીજા દિવસે બાળકીને રમવા મોકલીને તેની માતાએ સંતાઇને વોચ ગોઠવી હતી.

ત્યારે આધેડે બાળકીને જોઇને ફરીથી બોલાવીને અડપલા શરૂ કર્યા કે તાત્કાલિક માતાએ આધેડને રંગેહાથ ઝડપ્યો હતો. તેમજ આસપાસના લોકોને બોલાવ્યા હતા. તમામે ભેગા મળીને આધેડને મેથીપાક ચખાડ્યો હતો. આ દરમિયાન આધેડ તકનો લાભ લઇને ફરાર થઇ ગયો હતો. આ અંગે માતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પાડોશી આધેડ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આધેડની શોધખોળ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.