Western Times News

Gujarati News

‘હેરાફેરી’ની ત્રિપુટીઃ અક્ષય, તબુ અને પ્રિયદર્શન ફરી સાથે કામ કરશે

‘ભૂત બંગલા’માં અક્ષયની ટીમમાં તબુનો સમાવેશ -ભૂતબંગલાને એકતા કપૂરની બાલાજી ફિલ્મ્સ અને અક્ષયકુમારની કેપ ઓફ ગુડ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે

મુંબઈ,  અક્ષય કુમારે ૨૦૨૫ના વર્ષમાં સંખ્યાબંધ નવા પ્રોજેક્ટ્‌સ શરૂ કર્યા છે. હાલના સમયમાં હિટ બનેલી હોરર કોમેડી જોનરને પસંદ કરી અક્ષય કુમારે ‘ભૂત બંગલા’ પ્લાન કરી છે. આ ફિલ્મમાં અક્ષયે એક્ટિંગ ઉપરાંત પ્રોડ્યુસર તરીકે પણ જવાબદારી લીધી છે. કોમેડી ફિલ્મોના માસ્ટર ડિરેક્ટર પ્રિયદર્શનને આ ફિલ્મનું સુકાન સોંપવા ઉપરાંત અક્ષય કુમારે પોતાની ટીમમાં તબુનો પણ સમાવેશ કર્યાે છે.

તાજેતરમાં રિલીઝ થયેલી ‘ડ્યુન પ્રોફેસી’માં તબુના આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણ થઈ રહ્યા છે. દરેક પ્રકારના રોલને જીવંત બનાવી દેતી તબુએ અક્ષયની ફિલ્મમાં પોતાના કાસ્ટિંગ અંગે ખુલાસો કર્યાે છે. તબુએ સેટ પર પહેલા દિવસની ઝલક આપવાની સાથે જૂના સાથીદારો સાથે નવા પ્રોજેક્ટની એનાઉન્સમેન્ટ કરી હતી. તબુ અને અક્ષય કુમારે અગાઉ ‘હેરા ફેરી’માં પ્રિયદર્શનના ડાયરેક્શનાં કામ કરેલું છે.

તબુએ ક્લિપ બોર્ડનો ફોટોગ્રાફ શેર કર્યાે હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, અમે અહીં ફસાયેલા છીએ. ભૂતબંગલાને એકતા કપૂરની બાલાજી ફિલ્મ્સ અને અક્ષયકુમારની કેપ ઓફ ગુડ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. રિપોટ્‌ર્સ મુજબ, વામિકા ગબ્બી પણ અક્ષય કુમારની ફિલ્મમાં જોડાઈ છે.

અક્ષય કુમાર આ ફિલ્મમાં ત્રણ એક્ટ્રેસ સાથે કામ કરશે. ફિલ્મની સ્ટોરી કે કેરેક્ટર અંગે ખાસ વિગતો બહાર આવી નથી, પરંતુ અક્ષય કુમાર તેમાં જાદુગરનો રોલ કરે તેવી અટકળો છે. ૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ ફિલ્મને રિલીઝ કરવાનું આયોજન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.