ફેબ્રુઆરીમાં ભારત આવશે ડોનાલ્ડ ટ્રમ્પ, પહેલી વિઝિટને લઈ તૈયારી
નવી દિલ્હી, ભારતે ન્યૂક્લિયર હુમલો કરવામાં માટે નવી દિલ્હીઃ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્ર્મ્પ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પહેલા ભારત પ્રવાસ પર આવી શકે છે. સૂત્રો તરફથી ભારતીય મીડિયાને આ વાતની જાણકારી આપવામાં આવી છે. અધિકારીઓ મુજબ પ્રેસિડેન્ટ ટ્રમ્પ પોતાના ભારત પ્રવાસની યોજના બનાવવામાં લાગ્યા છે. દિલચસ્પ વાત એ છે કે ટ્રમ્પ વિરુદ્ધ અમેરિકી સીનેટમાં મહાભિયોગ પર વોટિંગ પણ ફેબ્રુઆરી માસમાં થનાર છે.
સાત જાન્યુઆરીએ પીએમ મોદીએ ટ્રમ્પને કોલ કર્યો હતો. આ ફોન કોલમાં તેમણે ટ્રમ્પને નવા વર્ષની શભેચ્છા આપી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ ફોન કોલમાં તેમણે ટ્રમ્પને નવા વર્ષની શુભેચ્ચા પાઠવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ ફોન કોલમાં મોદીએ ટ્રમ્પના ભારત પ્રવાસને લઈ ચર્ચા કરી હતી. ભારત તરફથી ગયા વર્ષે ગણતંત્ર દિવસ પરેડ માટે ટ્રમ્પને મુખ્ય અતિથિ તરીકે ઈનવિટેશન આપવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક કારણોથી ટ્રમ્પનો ભારત પ્રવાસ એવા સમયે નહોતો થઈ શક્યો. ટ્રમ્પે તે સમયે કેટલાક સત્તાવાર કાર્યોનો હવાલો આપ્યો હતો. જ્યારે, અધિકારીઓએ કહ્યું હતું કે ટ્રમ્પનું સ્ટેટ આૅફ ધી યૂનિયન સંબોધન અને ભારતના ગણતંત્ર દિવસની તારીખો એક છે.
આ વર્ષે નવેમ્બરમાં અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ચૂંટણી થનાર છે અને ટ્રન્પની નજર બીજીવાર આ ચૂંટણીમાં જીત હાંસલ કરવા પર છે. સૂત્રો મુજબ ટ્રમ્પ પણ ઈચ્છે છે કે જલદીમાં જલદી તેમનો ભારત પ્રવાસ થઈ જાય. નવેમ્બરમાં ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે શું પીએમ મોદીએ તેમને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું? જેના પર ટ્રમ્પે જવાબ આપ્યો હતો કે, તેઓ ઈચ્છે છે કે હું ત્યાં આવું. હું જલદી જ ભારતનો પ્રવાસ કરીશ. પીએમ મોદીએ પોતાની આ કોલમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ, તેમના પરિવાર અને અમેરિકાના લોકોને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.
પીએમઓ તરફથી આ મામલે નિવેદન આપવામાં આવ્યું હતું, પીએમ મોદીએ કહ્યું કે ભારત-અમેરિકાના સંબંધો વધુ તાકાતવર થઈ ગયા છે. પીએમ મોદીએ પાછલા વર્ષે બંને દેશોની રણનૈતિક સમજૂતીની દિશામાં થયેલ પ્રગતિ પર ચર્ચા કરી. આ ઉપરાંત તેમણે પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાથે મળી આંતરિક હિતો સાથે જોડાયેલા ક્ષેત્રો સાથે મળી કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. સપ્ટેમ્બર ૨૦૧૯માં યૂનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીથી પહેલા હ્યૂસ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએણ મોદીની અંતિમ વાર મુલાકાત થઈ હતી.
હ્યૂસ્ટનમાં પીએમ મોદી અને ટ્રમ્પે હાઉડી મોદી દરમિયાન એક સાથે સ્ટેજ શેર કર્યું હતું. ટ્રમ્પે અહીં પર પોતાના સંબોધનમાં પીએમ મોદીને એક સારો દોસ્ત ગણાવ્યો હતો. આ ઉપરાંત તેમણે આ તરફ પણ ધ્યાન અપાવ્યું કે કેવી રીતે ભારત અને અમેરિકા પોતાના નાગરિકોનું જીવન સ્તર ઉંચું કરવાની દિશામાં કામ કરી રહ્યા છે.