Western Times News

Gujarati News

દિવ્યાંગ ઉમેદવારો માટે તા. ૧૭ જાન્યુઆરીના રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાશે

વડોદરા, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની નિયામક રોજગાર અને તાલીમ હસ્તકની મદદનીશ નિયામક (રોજગાર), મોડેલ કરીઅર સેન્ટર તરસાલી વડોદરા તેમજ આઈટીઆઈ ફોર ડિસેબલ તેમજ ભારત સરકારના નેશનલ કરીઅર સર્વિસ ફોર ડીફરન્ટલી એબલ(વુમન), વડોદરાના સંયુક્ત ઉપક્રમે ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા (ડીસેબીલીટી) ધરાવતા માત્ર હીયરીંગ ઈમ્પેરડ (શ્રવણમંદતા) અને ઓર્થો હેન્ડીકેપ (પગની દિવ્યાંગતા)

ધરાવતા સ્વતંત્ર અવરજવર કરી શકે તેમજ હાથ થી કામ કરી શકે તેવા ૧૮ થી ૪૦ વર્ષના ધો.૮ પાસ,૧૦ પાસ,આઈટીઆઈ, ૧૨ પાસ,ડિપ્લોમા,ગ્રેજ્યુએટ જેવી ફ્રેશર અને અનુભવ ધરાવતા  સ્ત્રી અને પુરુષ દિવ્યાંગ ઉમેદવારો માટે  તા.૧૭.૦૧.૨૦૨૫ ના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યાથી અકોટા સ્ટેડિયમ, વડોદરા ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે.

આ ભરતી મેળામાં  વડોદરા જિલ્લાની આજુબાજુના ૨૦ જેટલા તાલુકાના ખાનગી એકમો અને સંસ્થા દ્વારા કંપની, કોન્ટ્રાકટ અને એપ્રેન્ટીસની જરૂરિયાત મુજબ ઓપરેશન, મેન્ટેનન્સ, કવાલીટી જેવા ટેકનિકલ રોલ માટે તેમજ એડમીન,પેકર, હેલ્પર, શોર્ટર,ટેલીકોલર,સેલ્સ,માર્કેટીંગ,ઓપરેટર જેવી ૪૫૦ જેટલી જગ્યાઓ માટે દિવ્યાંગ ઉમેદવારની લાયકાત અને કામ કરવાની ક્ષમતા મુજબ ઇન્ટરવ્યુ કરીને પ્રાથમિક પસંદગી કરવામાં આવશે.

ભરતી મેળા સાથે દિવ્યાંગ ઉમેદવારોને સ્વરોજગાર,ઉદ્યોગ સાહસીકતા અંગે તેમજ રોજગારલક્ષી ફ્રી વોકેશનલ કોર્ષ તાલીમ,દિવ્યાંગજન માટેની લોન સહાય યોજના અંગે વિના મૂલ્યે માર્ગદર્શન આપવામાં આવશે તેમજ રોજગારલક્ષી અનુબંધમ પોર્ટલ એનસીએસ પોર્ટલ  પર ઓનલાઈન રોજગારી શોધવા માટે નામ નોંધણી કરવામાં આવશે .

રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન માટે રસ ધરાવતા ઉપર જણાવેલ પ્રકારની દિવ્યાંગતા -ડીસેબીલીટી ધરાવતા ઉમેદવારોએ  તેમના  ૫ રીઝયુમની નકલ  તેમજ દિવ્યાંગતા (ડીસેબીલીટી )પ્રમાણપત્ર અને આધારકાર્ડ સાથે સ્વખર્ચે હાજર રહેવું તેમ રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.