જમ્મૂ સ્ટેશન રિડેવલેપમેન્ટના કારણે આ પાંચ ટ્રેનો સંપૂર્ણ રદ કરાઈ
જમ્મૂ સ્ટેશન રિડેવલેપમેન્ટ કામ માટે બ્લોકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
ઉત્તર રેલવેના જમ્મૂતવી સ્ટેશન પર રિડેવલપમેન્ટ કામના સંબંધમાં નૉન ઈન્ટરલોકિંગ કામ માટે 15 જાન્યુઆરીથી 6 માર્ચ 2025 સુધી બ્લોક લેવામાં આવ્યો છે, જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેમની વિગતો આ પ્રમાણે છે :
પૂર્ણરૂપે રદ્દ ટ્રેનો
1. 04 માર્ચ 2025 ની ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ રદ્દ રહેશે.
2. 03 માર્ચ 2025 ની ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા–હાપા એક્સપ્રેસ રદ્દ રહેશે.
3. 05 માર્ચ 2025 ની ટ્રેન નંબર 12477 જામનગર–શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ રદ્દ રહેશે.
4. 06 માર્ચ 2025 ની ટ્રેન નંબર 12474 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા–ગાંધીધામ એક્સપ્રેસ રદ્દ રહેશે.
5. 01 માર્ચ 2025 ની ટ્રેન નંબર 12473 ગાંધીધામ–શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ રદ્દ રહેશે.
શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનો
1. 14 જાન્યુઆરીથી 05 માર્ચ 2025 સુધી ગાંધીનગર કેપિટલથી ચાલનારી ટ્રેન નંબર 19223 ગાંધીનગર કેપિટલ–જમ્મૂતવી એક્સપ્રેસ પઠાણકોટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન પઠાણકોટ અને જમ્મૂતવી સ્ટેશન વચ્ચે અંશતઃ રદ્દ રહેશે.
2. 19,26 જાન્યુઆરી 2,9,16,23 ફેબ્રુઆરી અને 02 માર્ચ 2025 ના રોજ સાબરમતીથી ચાલનારી ટ્રેન નંબર 19415 સાબરમતી–શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ ફિરોજપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન ફિરોજપુર અને શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સ્ટેશનો વચ્ચે અંશતઃ રદ્દ રહેશે.
3. 19,26 જાન્યુઆરી 2,9,16,23 ફેબ્રુઆરી અને 02 માર્ચ 2025 ના રોજ ભાવનગર ટર્મિનસથી ચાલનારી ટ્રેન નંબર 19107 ભાવનગર ટર્મિનસ–શહીદ કેપ્ટન તુષાર મહાજન ઉધમપુર જન્મભૂમિ એક્સપ્રેસ જલંધર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન જલંધર અને શહીદ કેપ્ટન તુષાર મહાજન સ્ટેશનો વચ્ચે અંશતઃ રદ્દ રહેશે.
શોર્ટ ઓરિજિનેટ થનારી ટ્રેનો
1. 15 જાન્યુઆરીથી 6 માર્ચ 2025 સુધીની ટ્રેન નંબર 19224 જમ્મૂતવી–ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ પઠાણકોટથી શોર્ટ ઓરિજિનેટ (આરંભ) થશે તથા આ ટ્રેન જમ્મૂતવી અને પઠાણકોટ સ્ટેશનો વચ્ચે અંશતઃ રદ્દ રહેશે.
2. 21,28 જાન્યુઆરી 4,11,18,25 ફેબ્રુઆરી અને 04 માર્ચ 2025 ની ટ્રેન નંબર 19416 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા–સાબરમતી એક્સપ્રેસ ફિરોજપુરથી શોર્ટ ઓરિજિનેટ થશે તથા આ ટ્રેન શ્રી માતા વૈષ્ણો દેવી કટરા અને ફિરોજપુર વચ્ચે અંશતઃ રદ્દ રહેશે.
3. 20,27 જાન્યુઆરી 3,10,17,24 ફેબ્રુઆરી અને 03 માર્ચ 2025 ની ટ્રેન નંબર 19108 ભાવનગર ટર્મિનસ–શહીદ કેપ્ટન તુષાર મહાજન ઉધમપુર જન્મભૂમિ એક્સપ્રેસ જલંધરથી શોર્ટ ઓરિજિનેટ થશે તથા શહીદ કેપ્ટન તુષાર મહાજન અને જલંધર સ્ટેશનો વચ્ચે અંશતઃ રદ્દ રહેશે.
મુસાફરોને અનુરોધ છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર જાણકારી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.