ગુજરાતમાં વર્ષ-૨૦૨૪માં ૧૧૯ અંગદાનથી ૩૮૭ વ્યક્તિઓને નવજીવન મળ્યું
વર્ષ-૨૦૨૩ માં સરેરાશ ૧૪૭ અંગદાન થયા, જે વર્ષ ૨૦૨૪ ની સરખામણીએ ૨૦% વધારે હતા
વર્ષ ૨૦૨૪ માં સરકારી સંસ્થામાં ૪૪૧ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે
• અંદાજીત ૬,૬૧૫ વ્યક્તિઓ(૧૫ વ્યક્તિ/ટ્રાન્સપ્લાન્ટ) અને ૧૫૪૩ કલાક (૩.૫ કલાક સરેરાશ)ની અથાક મહેનતના અંતે ૪૪૧ સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા –વર્ષ ૨૦૨૪ માં ૬૬ લીવર ટ્રાન્સપ્લાન્ટ • અંદાજીત ૭૨૬ વ્યક્તિઓ(૨૦ વ્યક્તિ/ટ્રાન્સપ્લાન્ટ) અને ૧૧૮૮ કલાક (૧૧ કલાક સરેરાશ)ની મહેનતના અંતે ૬૬ સફળ લીવર ટ્રાન્સપ્લાન્ટ
વર્ષ -૨૦૨૪ માં ગુજરાતમાં ૧૧૯ બ્રેઇનડેથ ડોનરમાંથી ૨૧૦ કિડની,૧૦૯ લીવર, ૩૪ હ્રદય, ૨૬ ફેફસાઓ, ૨ સ્વાદુપિંડ, ૧ નાનું આંતરડું, ૫ હાથના ડોનેશન મળ્યાં
બ્રેઇન ડેથ અને અંગદાન અંગેની વધુ માહિતી https://sotto.nic.in/
ભારતીય વેદોમાં, શાસ્ત્રોમાં મકરસંક્રાતીના તહેવારમાં દાનનો અનેરો મહિમા વર્ણવવામાં આવ્યો છે. અન્નદાન, વસ્ત્રદાન જેવા દાન આપણે આ પવિત્ર દિવસે કરીએ છે. પરંતુ પ્રવર્તમાન સમયે સૌથી મહત્વનું દાન હોય તો એ છે “અંગદાન”.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના દિશાનિર્દેશ હેઠળ ગુજરાતમાં અંગદાન પ્રત્યેની જાગૃતિ કેળવાય અને વધુમાં વધુ લોકો અંગદાન કરે તે માટે રાજ્ય સરકાર દ્વારા અથાગ પ્રયાસ હાથ ધરાયા છે.
દાન વીરોનું આભુષણ છે જ્યારે, ગુજરાતીઓ દાન આપવામાં સમગ્ર વિશ્વમાં આગેસર છે. ‘અંગદાન મહાદાન’ના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી ગુજરાત અંગદાન ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યું છે. ખાસ કરીને કિડની ટ્રાન્સપ્લાન્ટમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે.
છેલ્લા છ વર્ષમાં ગુજરાતમાં ૫૮૩ બ્રેઇનડેથ વ્યક્તિઓના અંગોના દાન થકી કુલ ૧,૮૧૨ અંગોનું દાન મળ્યું છે.
અંગદાન માટે કાર્યરત SOTTO(સ્ટેટ ઓર્ગન ટિસ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશનન) ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીએ જણાવ્યું છે કે,અમદાવાદ સિવિલ મેડિસીટીની ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર(IKDRC) માં વર્ષ- ૨૦૨૪ માં કુલ ૪૪૩ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા. જે સરકારી આરોગ્ય સંસ્થામાં સમગ્ર દેશમાં સૌથી વધારે છે ૪૪૩ માંથી ૩૦૯ કિડની ટ્રાન્સપ્લાન્ટ લાઈવ(જીવંત) અને ૧૩૪ કિડની કેડેવર ડોનેશન થી થયા.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક કિડની ટ્રાન્સપ્લાન્ટમાં લગભગ ૧૫ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ કાર્યરત હોય છે. તેમાં મુખ્યત્વે ૫ મેડિકલ સ્ટાફ અને ૧૦ પેરામેડિકલ સ્ટાફ કાર્યરત હોય છે. એક કિડની ટ્રાન્સપ્લાન્ટમાં લગભગ ૩ થી ૪ કલાકનો સમય લાગે છે.
આમ, અંદાજીત ૬૬૧૫ વ્યક્તિઓ અને ૧૫૪૩ કલાક(૩.૫ કલાક સરેરાશ)ની મહેનતના અંતે ૪૪૧ સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા.
વર્ષ – ૨૦૨૪ માં કુલ ૬૬ લીવર ટ્રાન્સપ્લાન્ટ થયા છે.જેમા ૬૨ લીવર ટ્રાન્સપ્લાન્ટ કેડેવર ડોનેશનથી અને ૪ લાઈવ(જીવંત) ડોનેશનથી થયા છે.
એક લીવર પ્રત્યારોપણ માં ૧૮ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ કાર્યરત હોય છે. તેમાં મુખ્યત્વે ૮ મેડિકલ સ્ટાફ અને ૧૦ પેરામેડિકલ સ્ટાફ કાર્યરત હોય છે.
જ્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટમાં લગભગ ૧૦ થી ૧૨ કલાક નો સમય લાગતો હોય છે.
અંદાજીત ૭૨૬ વ્યક્તિઓ અને ૧,૧૮૮ કલાક (૧૧ કલાક સરેરાશ) ની મહેનતના અંતે ૬૬ સફળ લીવર ટ્રાન્સપ્લાન્ટ થયા.
કિડની ટ્રાન્સપ્લાન્ટ ના દર્દીઓને ૨ થી ૪ અઠવાડિયા અને લીવર ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓને ૨ થી ૫ અઠવાડિયાનો સમય પોસ્ટ ઓપેરેટિવ કેરની જરૂરિયાત રહેતી હોય છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે, આ વર્ષે ગુજરાતમાં ૧૧૯ બ્રેઇનડેથ ડોનરમાંથી ૨૧૦ કિડની, ૧૦૯ લીવર, ૩૪ હ્રદય, ૨૬ ફેફસાઓ, ૨ સ્વાદુપિંડ, ૧ નાનું આંતરડું, ૫ હાથના ડોનેશન મળ્યાં છે.
છેલ્લા ૬ વર્ષમાં ગુજરાતમાં ૫૮૩ બ્રેઇનડેથ ડોનરમાંથી ૯૯૪ કિડની, ૫૦૮ લીવર, ૧૩૦ હ્રદય, ૧૩૦ ફેફસાઓ, ૧૫ સ્વાદુપિંડ, ૧૦ નાનું આંતરડું, ૨ ૫ હાથના ડોનેશન મળીને કુલ ૧૮૧૨ કેડેવર મળ્યા.
છેલ્લા ત્રણ વર્ષમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે સરકાર દ્વારા કરવામાં આવેલ જરૂરી સુધારા
* મોટા જિલ્લાઓ પૂરતા અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ સીમિત ન રાખીને જિલ્લા સ્તરે પણ આ વ્યવસ્થાઓ કાર્યરત કરી
* જુનાગઢ, મોરબી, રાજકોટ બનાસકાંઠા જેવા જિલ્લાઓમાંથી પણ બ્રેઇન ડેથ અંગદાન મળતા થયા
* અંગદાનના જનજાગૃતિ ઝુંબેશને મહાઝુંબેશ તરીકે હાથ ધરી
* G-DoT માર્ગર્શિકામાં સુધારો કરીને અંગ ટ્રાન્સપ્લાન્ટ માટે દર્દીઓની નોંધણીમાંથી ડોમીસાઈલ સર્ટિફિકેટની જરૂરિયાત દૂર કરાઇ
* ખાનગી હોસ્પિટલ માં ટ્રાન્સપ્લાન્ટ માટે રોસ્ટર લાગુ કરાયું , જેમાં ૧,૩, અને ૫ કોમન પુલ અનુસાર બિનસરકારી હોસ્પિટલોને જ્યારે ૨ અને ૪ સરકારી હોસ્પિટલોને ટ્રાન્સપ્લાન્ટ માટે મળે છે.