ભારતના ત્રણ શક્તિશાળી ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો – INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીર રાષ્ટ્રને સમર્પિત
મોદીએ દેશને સમર્પિત કર્યા ૩ યુદ્ધ જહાજ-નેવીની તાકાતમાં અનેકગણો વધારો થશે
(એજન્સી) મુંબઈ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન ભારતીય નૌકાદળના બે યુદ્ધ જહાજો અને એક હુમલો સબમરીન રાષ્ટ્રને સોંપી છે. આ ત્રણેયના આગમનથી સમુદ્રમાં ભારતની તાકાત વધશે. એવું માનવામાં આવે છે કે આ ત્રણેયના આગમનથી દુશ્મન પણ સમુદ્રમાં કંઈ કરવાની હિંમત કરી શકશે નહીં.
ભારતીય નૌકાદળની તાકાતને વધારવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ત્રણ ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો – આઈએનએસ સરત, આઈએનએસ નીલગિરી અને આઈએનએસ વાઘશીરને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. પીએમ મોદીએ સોમવારે કહ્યું હતું કે, “૧૫ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ નૌકાદળમાં ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળ યુદ્ધ જહાજોનો સમાવેશ થવાથી ડિફેન્સ સેક્ટરમાં વૈશ્વિક નેતૃત્વકર્તા બનવાના આપણા પ્રયાસોને મજબૂત મળશે
અને આત્મનિર્ભરતા તરફના આપણા પ્રયાસો વધશે.” ખાસ વાત એ છે કે આ યુદ્ધ જહાજ અને સબમરીન બંને ભારતમાં બનેલા છે. આઈએનએસ સુરત મિસાઇલો માટે કાળ સમાન છે, જ્યારે આઈએનએસ વાઘશીર દુશ્મનના રડારને ચકમો આપવામાં એક્સપર્ટ છે. જ્યારે આઈએનએસ નીલગિરી ભારતને સમુદ્રમાં એક મજબૂતી આપી શકે છે. આ ત્રણ એટલે કે ત્રિકાળની ખાસિયત શું છે અને તે કેવી રીતે દુશ્મનોને ધૂળ ચટાવી શકે છે.
ઁ૧૫મ્ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર પ્રોજેક્ટનું ચોથું અને છેલ્લું યુદ્ધ જહાજ આઈએનએસ સુરત, વિશ્વના સૌથી મોટા અને સૌથી અત્યાધુનિક વિનાશક યુદ્ધ જહાજોમાંનું એક છે. ખાસ વાત એ છે કે આઈએનએસ સુરતમાં ૭૫ ટકા સ્વદેશી સામગ્રી છે અને તે આધુનિક હથિયાર-સેન્સર પેકેજ અને અદ્યતન નેટવર્ક-કેન્દ્રિત ક્ષમતાઓથી સજ્જ છે.
આઈએનએસ સુરતની લંબાઈ ૧૬૩ મીટર છે અને તેની ગતિ ૫૫.૫૬ કિમી પ્રતિ કલાક છે. આઈએનએસ સુરતને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે દુશ્મનના રડાર પર નહીં આવે. તે સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલથી સજ્જ છે. તેમાં સપાટીથી હવામાં પ્રહાર કરનારા બે વર્ટિકલ લોન્ચર્સ છે.
દરેક લોન્ચરમાંથી ૧૬ મિસાઇલો છોડી શકાય છે. તે બ્રહ્મોસ એન્ટી-શિપ મિસાઇલ સિસ્ટમથી પણ સજ્જ છે. આની મદદથી એક સમયે ૧૬ બ્રહ્મોસ મિસાઇલો છોડી શકાય છે. દુશ્મનોની સબમરીનનો નાશ કરવા માટે રોકેટ લોન્ચર, ટોર્પિડો લોન્ચર પણ હાજર છે.
આઈએનએસ નીલગિરી એ ભારતીય નૌકાદળના પ્રોજેક્ટ ૧૭છ હેઠળનું પ્રથમ સ્ટીલ્થ ફ્રિગેટ છે, જે દરિયાઈ સુરક્ષામાં નવી દિશા આપશે. તેને ૨૮ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. તે ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. તેનું વજન ૬,૬૭૦ ટન છે અને લંબાઈ ૧૪૯ મીટર છે.
આઈએનએસ નીલગિરી ખાસ કરીને રડાર સિગ્નેચર ઘટાડવા માટે ડિઝાઇન કરાયું છે, જેનાથી તે દુશ્મનની નજરથી બચી શકશે. આ જહાજ સુપરસોનિક સપાટીથી સપાટી અને મીડિયમ રેન્જની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોથી સજ્જ છે, જે તેને સમુદ્રમાં વિવિધ જોખમોનો સામનો કરવા સક્ષમ બનાવે છે.
આઈએનએસ નીલગિરી દુશ્મનના જમીન ટાર્ગેટ તેમજ સમુદ્રમાં પાણીની અંદર સબમરીનને નિશાન બનાવી શકે છે. આઈએનએસ નીલગિરી એ દુશ્મનોનો કાળ છે. તેની સ્પીડ ૩૦ કિમી પ્રતિ કલાક છે. તે એર ડિફેન્સ ગન અને ૮ લાંબા અંતરની સર્ફેસ ટૂ એર પ્રહાર કરતી મિસાઇલોથી સજ્જ છે.
આઈએનએસ નીલગિરી એન્ટી સર્ફેસ અને એન્ટી શિપ વોરફેર માટે બ્રહ્મોસથી સજ્જ છે. તે એન્ટી સબમરીન વોરફેર માટે વરુણાસ્ત્ર, એન્ટિ-સબમરીન રોકેટ લોન્ચરથી પણ સજ્જ છે. આઈએનએસ નીલગિરી બે હેલિકોપ્ટરને સમાવી શકે છે. ઉપરાંત તે મલ્ટી ફંક્શન ડિજિટલ રડારથી સજ્જ છે.
ઁ૭૫ સ્કોર્પિયન પ્રોજેક્ટની છઠ્ઠી અને છેલ્લી સબમરીન આઈએનએસ વાઘશીર મેન્યુફેક્ચરિંગમાં ભારતની વધતી શક્તિ દર્શાવે છે. તેનું નિર્માણ ફ્રાન્સના નેવી ગ્રુપના સહયોગથી કરવામાં આવ્યું છે. આ સબમરીન દુશ્મનના રડારથી બચવા, વિસ્તાર પર નજર રાખવા, ગુપ્ત માહિતી એકત્રિત કરવા, હાઇ-ટેકનોલોજી ધ્વનિ નિયંત્રણનો ઉપયોગ કરવા, ઓછો અવાજ કરવાની અને આબોહવા અનુસાર તેની રચનાને અનુકૂલિત કરવાની ક્ષમતા ધરાવે છે. તે ૧૮ ટોર્પિડો અને ટ્યુબ-લોન્ચ્ડ એન્ટી-શિપ મિસાઇલોનો ઉપયોગ કરીને પાણીની અંદર અથવા સપાટી પર દુશ્મનો પર એકસાથે સચોટ હુમલા કરવાની ક્ષમતા ધરાવે છે.
Prime Minister @narendramodi dedicated 3 frontline naval combatants INS Surat, INS Nilgiri and INS Vaghsheer to the nation on their commissioning at the Naval Dockyard in Mumbai. The commissioning of 3 major naval combatants marks a significant leap forward in realizing India’s vision of becoming a global leader in defence manufacturing and maritime security.