Western Times News

Gujarati News

અમદાવાદમાં ડેન્ગ્યુના ૧૮ દિવસમાં ૬૯ કેસો નોંધાયા

અમદાવાદ: અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસમાં નવા વર્ષમાં પણ કેસો નોંધાયા છે. સાદા મેલેરિયાના નવા વર્ષમાં ૧૩થી વધુ કેસ અને ડેંગ્યુના ૬૯થી વધુ કેસ નોંધાયા છે. માત્ર ૧૮ દિવસના ગાળામાં જ ડેંગ્યુના ૬૯થી વધુ કેસો સપાટી ઉપર આવતા ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. તીવ્ર ઠંડીમાં પણ ડેંગ્યુનો આતંક જારી રહ્યો છે. બીજી બાજુ પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો ૧૮ દિવસના ગાળામાં ઝાડા-ઉલ્ટીના ૧૯૦ અને કમળાના ૧૧૬ કેસ સપાટી ઉપર આવ્યા છે. ટાઇફોઇડના ૧૨૪ કેસો સપાટી ઉપર આવ્યા છે.

રોગચાળાના કેસોને રોકવા માટે તંત્ર દ્વારા વિવિધ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં નવા કેસ સપાટી ઉપર આવી રહ્યા છે. ડિસેમ્બર મહિનામાં પણ મોટી સંખ્યામાં કેસો નોંધાયા હતા. આંકડા પર નજર કરવામાં આવે તો ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ૭૯૩ કેસો નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. પહેલીથી ૩૦મી નવેમ્બર વચ્ચેના ગાળામાં ડેંગ્યુના ૭૯૩ કેસો નોંધાયા હતા. ૨૦૧૮માં ડેંગ્યુના ૩૩૨ કેસ નોંધાયા હતા જેની સામે આંકડો ૨૦૧૯માં પહેલાથી જ બે ગણો થઇ ચુક્યો હતો અને આંકડો ૭૯૩ ઉપર તો નવેમ્બરના અંત સુધી જ પહોંચી ગયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે ઝડપથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.