શ્વાસ ખાંસી બ્રોન્કાઇટિસ જેવી સમસ્યા વર્ષો સુધી ચાલે છે
સતત આવતી ખાંસી અને સાથે મ્યુકસ ગળફો અને શ્વાસની તકલીફ એ શ્વાસનળીની અન્તસ્ત્વચાનો બ્રોન્કાઇટિસ સૂચવે છે. જ્યારે ફેફસાંના હવામાર્ગો કે જે બ્રોન્કાયલ ટ્યૂબ્સ તરીકે ઓળખાય છે તેને ચેપ લાગે કે ચચરાટ થાય અને સોજો આવે ત્યારે આ સમસ્યા શરૂ થાય છે. આના કા રણે આ નલિકાઓમાં હવાની અવરજવરમાં તકલીફ પડે છે, જેથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે .
બ્રોન્કાઇટિસથી ચિંતિત થવાની જરૂર છે અને યોગ્ય નિદાન બાદ તેનો સંપૂર્ણપણે ઉપચાર શક્ય છે બૅક્ટીરિઆ, વિષાણુઓ, ચચરાટ પેદા કરતા પદાર્થો, ધુમાડો અને રસાયણો એ બ્રોન્કાઇટિસ થવાનાં કેટલાંક સામાન્ય કારણો છે. યોગ્ય નિદાન અને સારવારથી બ્રોન્કાઇટિસનો ઉપચાર થઈ શકે છે. વ્યાપકપણે જોતાં બ્રોન્કાઇટિસના બે પ્રકારો છે –
અક્યૂટ બ્રોન્કાઇટિસ – આ વધારે સામાન્ય છે, જે વાઇરલ કે બેક્ટેરિયલ ચેપને કારણે થાય છે. કેટલાંક લક્ષણોમાં ખાંસી, તાવ, ગળામાં દુખાવો અને શ્વાસમાં સિસોટી જેવો અવાજ વગેરે અસરો થાય છે તે સામા. ન્ય રીતે થોડાં અઠવાડિયાં ચાલે છે, પરંતુ સામાન્ય રીતે બાદમાં કોઈ સમસ્યા થતી નથી. મધ્યમ કદના હવા માર્ગનો દીર્ઘકાલિન સોજો – આ મધ્યમ કદના હવા માર્ગના તીવ્ર સોજા- કરતાં થોડો વધારે ગંભીર છે .
આ પ્રકાર નો બ્રોન્કાઇટિસ સામાન્ય રીતે ફરી ફરી થતો રહે છે, અથવા લાંબો સમય રહે છે. તે સીઓપીડી જેવી ફેફસાંની અન્ય સમસ્ય ાઓ સૂચવે છે . મુખ્ય લક્ષણોમાં ખાંસી અથવા શ્વસનની સમસ્યાઓ છે જે મહિનાઓ કે વર્ષો સુધી ચાલે છે. ધૂમ્રપાનધ એ સ્થાયી બ્રોન્કાઇટિસનું સૌથી સામાન્ય કારણ છે. એ બાબત યાદ રાખવા જેવી છે કે યોગ્ય નિદાન અને સારવાર સાથે બ્રોન્કાઇટિસનો ઉપચાર શક્ય છે.
વારંવાર ખાંસી, શ્વાસ ચડવો, ખૂબ અશક્તિ લાગવી, વજન ઘટવા માંડેપ ઈયોસિનોફિલ કોષોઃ શરીરમાં પ્રવેશેલાં પ્રતિકૂળ તત્વને બહાર કાઢવાની પ્રક્રિયારૂપે લોહીમાં રહેલાં ત્રણ પ્રકારનાં શ્વેતકણો – બેઝોફિલ, ન્યુટ્રોફિલ અને ઇયોસિનોફિલ કાર્યરત થાય છે. ઇયોસિનોફિલ લોહીમાંનાં શ્વેતકણોના પ્રમાણના ત્રણ-ચાર ટકા જેટલું હોય છે. પરંતુ ક્યારેક આ ઇયોસિનોફિલ કાઉન્ટ સાત-આઠ-દસ ટકા કે એથી પણ ઘણું વધી જાય છે.
કારણો ઃ ઇયોસિનોફિલનું પ્રમાણ વધી જવાના કેટલાક કારણો છે, જેમ કેપશરીર જ્યારે કેટલાક વિજાતીય તત્વોને આત્મસાત નથી કરતું ત્યારે પેદા થતી પ્રતિક્રિયા – એલર્જીને કારણે ઈયોસિનોફિલ્સ કોષો વધે છે. જેમાં શ્વાસ લેતી વખતે પ્રવેશતાં ધૂળ-ધૂમાડાનાં સૂક્ષ્મકણો, ફૂલોની સુગંધ, ખોરાકમાં આવતી પ્રોટીનયુક્ત ખાદ્ય ચીજો કે માફક ન આવતાં હોય તેવાં ઔષધો એલર્જી માટે જવાબદાર હોઈ શકે છે.
પેટ – આંતરડામાં વિવિધ પ્રકારના કરમિયા થતાં હોય, તો ઈયોસિનોફિલ્સ શ્વેતકણોનું પ્રમાણ વધે છે. ફેફસાં – શ્વાસનળી પર ચેપ કે એલર્જીની અસર થાય તો પણ ઇયોસિનોફિલ્સની સંખ્યા વધે છે. એલર્જીક અર્ટિકેરીયા, શીળસ, ખરજવું કે ચામડીનાં કેટલાક દર્દોમાં ઇયોસિનોફિલ્સનું પ્રમાણ વધે છે. હાથીપગા માટે જવાબદાર ફાયલેરિયાનાં કૃમિઓ લોહીમાં પ્રવેશવાથી ઇયોસિનોફિલ્સ કોષોના પ્રમાણમાં ખૂબ વધારો થાય છે. કેટલાક પ્રકારના કેન્સર, હોજકિન્સ ડિસીઝ તરીકે ઓળખાતા લસિકા ગ્રંથિના કેન્સરમાં ઇયોસિનાફિલ્સ વધે છે.
હળદરને ગાયના ઘીમાં શેકવી. અડધી ચમચી આ હળદરને મધમાં મિક્સ કરીને ખાંસીના વેગ આવે ત્યારે ચટાડવાથી ઝડપથી રાહત થાય છે. જ્યારે પ્રતિકૂળ તત્વો શરીરમાં દાખલ થાય ત્યારે શરીર તેનો વિરોધ કરે છે. શરીર આવા પ્રતિકૂળ તત્વને આત્મસાત કરવા તૈયાર થતું નથી. શરીર માટે આવાં તત્વો વિજાતીય હોય છે. જોરદાર પ્રતિકાર કરે છે. ક્યારેક તો રીતસરનું યુદ્ધ શરૂ કરી દે છે.
સ્વાસ્થ્યના દુશ્મનો પર શ્વેતકણો જોરદાર હુમલો કરે છે. જો આ સામનામાં ચેપના સૂક્ષ્મ જંતુઓ કે વિજાતીય તત્વોને નિષ્ક્રિય બનાવવામાં કે તેને ગળી જવામાં શ્વેતકણો સફળ થાય તો ચેપની અસર થતી નથી. પરંતુ આ યુદ્ધમાં શ્વેતકણો પરાજિત થાય તો વિજાતીય તત્વો શરીરમાં પ્રવેશે છે. અને તેમની વસતી બહોળા પ્રમાણમાં વધવા માંડે છે અને જે તે વ્યક્તિ ચેપનો ભોગ બને છે.
વારંવાર ખાંસી, શ્વાસ ચડવો, ખૂબ અશક્તિ લાગવી, વજન ઘટવા માંડે?
ઈયોસિનોફિલ કોષોઃ શરીરમાં પ્રવેશેલાં પ્રતિકૂળ તત્વને કાઢવાની પ્રક્રિયારૂપે લોહીમાં રહેલાં ત્રણ પ્રકારનાં શ્વેતકણો – બેઝોફિલ, ન્યુટ્રોફિલ અને ઇયોસિનોફિલ કાર્યરત થાય છે.
ઇયોસિનોફિલ લોહીમાંનાં શ્વેતકણોના પ્રમાણના ત્રણ-ચાર ટકા જેટલું હોય છે. પરંતુ ક્યારેક આ ઇયોસિનોફિલ કાઉન્ટ સાત-આઠ-દસ ટકા કે એથી પણ ઘણું વધી જાય છે.
કારણો ઃ ઇયોસિનોફિલનું પ્રમાણ વધી જવાના કેટલાક કારણો છે, જેમ કેપ
શરીર જ્યારે કેટલાક વિજાતીય તત્વોને આત્મસાત નથી કરતું ત્યારે પેદા થતી પ્રતિક્રિયા – એલર્જીને કારણે ઈયોસિનોફિલ્સ કોષો વધે છે. જેમાં શ્વાસ લેતી વખતે પ્રવેશતાં
ધૂળ-ધૂમાડાનાં સૂક્ષ્મકણો, ફૂલોની સુગંધ, ખોરાકમાં આવતી પ્રોટીનયુક્ત ખાદ્યચીજો કે માફક ન આવતાં હોય તેવાં ઔષધો એલર્જી માટે જવાબદાર હોઈ શકે છે. પેટ – આંતરડામાં વિવિધ પ્રકારના કરમિયા થતાં હોય, તો ઈયોસિનોફિલ્સ શ્વેતકણોનું પ્રમાણ વધે છે.
ચિન્હોઃ ઈયોસિનોફિલ્સનું પ્રમાણ વધ્યું છે કે નહીં તે લોહીની તપાસથી સરળતાથી જાણી શકાય છે. જેમના લોહીમાં ઈયોસિનોફિલ્સ કોષોનું પ્રમાણ વધુ હોય તેવા દર્દીઓમાં કેટલાંક ચિહ્નો વારંવાર જોવા મળે છે, જેમ કે, કી ઉધરસ આવે. ખાસ કરીને રાત્રે ત્રણથી ચાર વાગ્યાના સમયગાળામાં ખાંસીના ઉપરા-ઉપરી વેગ આપતાં હોય છે. થોડો તાવ પણ આવી જાય. શ્વાસ અદ્ધર રહેતો હોય એવું લાગે. છાતીમાં દુખે. પગની પીંડીઓ અને સાંધાઓ પણ દુખે. ખાંસીના સતત વેગના થાકથી શ્વાસ ચડે છે. મોંમાંથી ફીણ-ફીણ જેવો કફ નીકળે છે. જે વાયુનું વિચિત્ર લક્ષણ છે. ક્યારેક છીંકો આવે. ક્યારેક નાકમાંથી પાણી પણ પડે છે.
સારવારઃ આયુર્વેદની દ્રષ્ટિએ જોઇએ તો આ વિકારમાં મુખ્ય દોષ વાયુ હોય છે. વાયુ સાથે કફ પણ સંકળાયેલો હોય છે. વાયુ અવરોધ પામીને ઉપર ચઢે છે, ત્યારે ખાંસીના વેગ આવે છે. વહેલી સવારનો સમય એ વાયુની ઉત્તેજનાનો સમય છે. ખાંસીના એટેક આવે ત્યારે, દર્દીને માત્ર પેટા પદાર્થો, હલકા ખોરાક ઉપર રાખવો. મગનું પાણી, ઘઉંની રાબ, ચા, દૂધ, સિઝનનાં ફળો, વેજિટેબલ સૂપ વગેરે આપવું અને સૂંઠ નાખીને ઉકાળેલું પાણી તરસ લાગે ત્યારે પીવા આપવું.
સવારે ખાલી પેટે બે થી ત્રણ ચમચી દિવેલ એરંડિયું ગરમ પાણી કે ચા અથવા દૂધ સાથે લેવું. પણ આ પ્રયોગ તમારા વૈદ્યરાજને પૂછીને જ કરવો. હરિદ્રાખંડ અવલેહ ૧ ચમચી, શ્વાસકાસ ચિંતામણિરસ ૧ ગોળી, સુવર્ણવસંત માલતી ૧ ગોળી, સિતોપલાદિ ચૂર્ણ અડધી ચમચી બધું મિક્સ કરીને દિવસમાં લેવું.
શ્વાસકાસચિંતામણિ વાયુનું શીઘ્ર અનુલોમન કરે છે. સુવર્ણવસંત માલતી બલ્ય અને રસાયણ ઔષધ હોવાથી શરીરમાં પ્રવેશતાં વિજાતીય તત્વોનો સામનો કરવા ઇમ્યુનિટી પાવર વધારે છે. સિતોપલાદિ કફ દોષ માટેનાં શ્રેષ્ઠ ઔષધોમાંનું એક છે. હરિદ્રાખંડ અવલેહ એલર્જીની ખાસ દવા છે. આહાર જીવનશૈલીઃ પનીર, ચીઝ, મેંદો, ટામેટાં બંધ રાખવા.
ઈયોસિનોફિલીયાના દર્દીએ દિવસ આથમે એ પહેલાં જમી લેવું અને હલકો સુપાચ્ય ખોરાક જ લેવો. તળેલું ફરસાણ મીઠાઈ બંધ કરવાં. શક્ય હોય તો દાળ શાકને તેલના બદલે ગાયના ઘીનો વઘાર કરવો. ચોળી, ચણા, વાલ, વટાણા વગેરે કઠોળ ન ખાવાં. શીંગ, શીંગમાંથી બનેલી વસ્તુઓ ના ખાવી.