Western Times News

Gujarati News

સ્વચ્છતાનું કામ સેવાનું કામ છે : આચાર્ય દેવવ્રત

અમદાવાદ: કુદરતે આપણને સ્વચ્છ પહાડો, ડુંગરો, નદીઓ, સમુદ્ર અને જંગલો આપ્યા છે, પણ આપણે સૌએ ગંદકી ફેલાવીને કુદરતી સંપદાને દુષિત કરી, પ્રકૃતિના પ્રકોપ આપણે ભોગ બની રહ્યા છીએ, તેવું આજરોજ ગાંઘીનગર મહાનગરપાલિકાના સેકટર-૭ માર્કેટ ખાતે યોજાયેલ શ્રમદાન કાર્યક્રમનો આરંભ કરાવતાં ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું.


હાથમાં ઝાડું લઇ પડેલા કચરાની સફાઇ કરી રાજયપાલશ્રીએ શ્રમદાન કાર્યક્રમનો આરંભ કર્યો હતો. ગાંધીનગરને સ્વચ્છ રાખતાં સર્વે સફાઇ કર્મયોગી ભાઇ-બહેનોને અભિનંદન પાઠવતાં રાજયપાલએ જણાવ્યું હતું કે, સફાઇ કર્મીઓ રાત દિવસ પ્રકર્તિની સુંદરતાને જાળવણી રાખવા સાફ સફાઇ માટે પુરો દિવસ પોતાનું યોગદાન આપે છે અને સ્વચ્છતાના મિશન આગળ વઘારે છે, તેને આદરના ભાવથી જોવા જોઇએ. તેઓ સાચા અર્થમાં સન્માનીય છે.

સફાઇ કર્મીઓ થકી જ લોકોને સ્વચ્છ વાતાવરણ મળે છે. બીમારી થતી અટકે છે. દુનિયામાં કોઇ કામ નાનું હોતું નથી. સ્વચ્છતાનું કામ સેવાનું કામ છે, સેવાનું કામ કરતાં સૌ કોઇ પરમાત્માની નજીક હોય છે. રાજયપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ગંદકી કરે તે મોટો અને ગંદકી સાફ કરે તે નાનો, તેવી નાની સમજ દૂર કરવાનો સમય આવી ગયો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કહેતા કે, આપણા ઘરનું શૌચાલય પણ એટલું સ્વચ્છ હોય કે, ત્યાં બેસી આપણે પૂજા-અર્ચના કરી શકીએ. આ કામને થોડાક વર્ષે અગાઉ ગુજરાતના સપુત અને દેશના વડાપ્રઘાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત અભિયાનનો આરંભ કર્યો છે.

આ અભિયાની ફલશ્રૃતિ રૂપે સમાજમાં સ્વચ્છતા અંગેની જાગૃત્તિ આવી છે. લોકોને સ્વચ્છતા ઘરની કે પોતાની નહિ, પણ આસપાસની સ્વચ્છતા પણ ખૂબ જ જરૂરી છે, તેવું કહી જણાવ્યું હતું કે, આ અભિયાન અંગેની જાગૃત્તિ ફેલાવવા માટે રાજભવન દ્વારા દર માસે કોઇ પણ એક દિવસે ગુજરાતના કોઇ પણ ગામ કે શહેરમાં સ્વચ્છતા કરી શ્રમદાન કાર્યક્રમમાં સહભાગી બનવામાં આવે છે.

રાજયપાલએ સર્વે નાગરિકોને કુદરતનું સંચાલન કરતાં ભગવાનના આદેશનું પાલન કરીને પર્યાવરણને નુકશાન ન કરવા અને તેનું જતન કરવા અનુરોઘ કર્યો હતો. તેમજ હું ગંદકી કરીશ નહિ, આસપાસની ગંદકીને દૂર કરીશ તે સંકલ્પ સાથે સ્વચ્છ ભારત મિશનમાં જોડાવવા ભારપૂર્વક જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.