પ્રદૂષણ વધતા દિલ્હીમાં ફરી જીઆરએપી-૪ નિયંત્રણ જાહેર
નવી દિલ્હી, દિલ્હી-એનસીઆરની હવાની ગુણવત્તા અંગેની કેન્દ્ર સરકારની સમિતિએ બુધવારે ફરી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના સ્ટેજ-૪ હેઠળ નિયંત્રણ લાગુ કર્યા છે.
સ્થિર પવન, નીચું તાપમાન અને ધુમ્મસની સ્થિતિને કારણે દિલ્હી, એનસીઆરમાં પ્રદૂષિત કણો એકત્ર થયા હતા અને એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) બધુવારે સાંજે ૬ વાગ્યે ૩૯૬ના સ્તરે પહોંચ્યો હતો, જે મંગળવારે ૨૭૫ હતો.ઇન્ડિયા મીટિયોરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઇએમડી) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રોપિકલ મીટિયોરોલોજીએ ટૂંક સમયમાં એક્યુઆઇ ૪૦૦નું લેવલ વટાવશે તેવી આગાહી કરી છે.
કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટએ દિલ્હી-એનસીઆરના સત્તાવાળાને તાત્કાલિક અસરથી સ્ટેજ-૩ અને ૪ હેઠળ તમામ પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર “એક્યુઆઇમાં વધુ ખરાબી ન થાય એ માટે વિવિધ એજન્સી દ્વારા જીઆરએપી શિડ્યુલ હેઠળના તમામ પગલાંનો અમલ, મોનિટરિંગ અને સમીક્ષા થવી જરૂરી છે.”
નાગરિકોને જીઆરએપી સિટિઝન ચાર્ટરમાં દર્શાવેલી માર્ગરેખાના કડક પાલન માટે વિનંતી કરવામાં આવી હતી. જીઆરએપી-૪ હેઠળના નિયંત્રણોમાં બાંધકામ પ્રવૃત્તિ પર પ્રતિબંધ, દિલ્હીમાં જીવનજરૂરી ન હોય એવી ચીજો લાવતી અને પ્રદૂષણ ફેલાવતી ટ્રકો પર પ્રતિબંધ તેમજ ધોરણ ૧૦ અને ૧૨ સિવાયના તમામ વર્ગાેને હાઇબ્રિડ મોડમાં શિફ્ટ કરવા જણાવાયું હતું.SS1MS