‘જેલર ૨’ ની જાહેરાત, ટીઝરે જગાવી ભારે ઉત્તેજના
મુંબઈ, દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ જેલર ૨ ની જાહેરાત કરવામાં આવી છે. નિર્માતાઓએ ફિલ્મનું પહેલું ટીઝર રિલીઝ કર્યું છે જેમાં રજનીકાંતની ઝલક જોવા મળે છે. જેમાં તેમનો દમદાર લુક ફેન્સને ભારે ઉત્તેજિત કરી રહ્યો છે.દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંત ફરી એકવાર જબરદસ્ત એક્શન માટે તૈયાર છે.
તેમની સુપરહિટ ફિલ્મ ‘જેલર’ ની સિક્વલ ‘જેલર ૨’ ની જાહેરાત કરવામાં આવી છે. નિર્માતાઓએ ફિલ્મનું પહેલું ટીઝર રિલીઝ કર્યું છે જેમાં રજનીકાંતની ઝલક જોવા મળે છે.ટીઝરની શરૂઆત ‘જેલર ૨’ના દિગ્દર્શક નેલ્સન અને સંગીત દિગ્દર્શક અનિરુદ્ધ સાથે થાય છે જેઓ નવી સ્ક્રિપ્ટની ચર્ચા કરતા જોવા મળે છે.
આ દરમિયાન, તેઓ કેટલાક લોકોથી ઘેરાયેલા હોય છે જેમને એક પછી એક ગોળી વાગી જાય છે અને ઘાયલ હાલતમાં ભાગી જાય છે. આ પછી, રજનીકાંત પ્રવેશ કરે છે અને ગુંડાઓને મારવા માટે તેમની પાછળ જાય છે.‘જેલર ૨’ ના ટીઝરમાં, રજનીકાંત લોહીથી લથપથ સફેદ શર્ટ પહેરેલા જોવા મળે છે.
તેના એક હાથમાં બંદૂક અને બીજા હાથમાં તલવાર છે. ગુસ્સાથી તે નેલ્સન અને અનિરુદ્ધને ગુંડાઓ વિશે પૂછે છે, જેઓ તેને સરનામું આપે છે. આ પછી, રજનીકાંત નેલ્સન અને અનિરુદ્ધ જે ઘરમાં છે તે ઘર પર બોમ્બમારો કરે છે. આ પછી સુપરસ્ટારને મુશ્કેલીઓ અને ગોળીઓનો સામનો કરતા જોઈ શકાય છે.જણાવી દઈએ કે ‘જેલર ૨’ એ રજનીકાંતની ૨૦૨૩ માં આવેલી ફિલ્મ ‘જેલર’ ની સિક્વલ છે.
ફિલ્મમાં રજનીકાંતનો અદ્ભુત અવતાર લોકોને ખૂબ ગમ્યો અને તે સુપરસ્ટારના કરિયરની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની. જેલર તમિલ સિનેમાના ઇતિહાસમાં સૌથી સફળ ફિલ્મોમાંની એક છે અને હવે નિર્માતાઓને ‘જેલર ૨’ થી ઘણી આશાઓ છે, હાલમાં ફિલ્મની રિલીઝ તારીખ વિશે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.SS1MS