ભૂજ અને દિલ્હી વચ્ચે ડેઈલી ફ્લાઇટની એર ઇન્ડિયાએ જાહેરાત કરી
- ફ્લાઇટ 01 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે, બૂકિંગ હવે ચાલુ
- દિલ્હી થઈને અમેરિકા, યુકે, યુરોપ અને દક્ષિણપૂર્વ એશિયા જતી અને આવતી ફલાઇટનું સરળ જોડાણ
ગુરૂગ્રામ, 16 જાન્યુઆરી 2025: ભારતની અગ્રણી વૈશ્વિક એરલાઇન એર ઇન્ડિયાએ આજે 1 ફેબ્રુઆરી 2025થી શરૂ થતી દિલ્હી અને ભૂજ વચ્ચેની ફ્લાઇટ્સની જાહેરાત કરી છે. એર ઇન્ડિયા આ રૂટ પર A320 વિમાન ચલાવશે, જે મુંબઈ અને ભૂજ વચ્ચેની દૈનિક ફ્લાઇટ્સની પૂરક બનશે.
નવી સેવાથી ભૂજથી પ્રવાસ કરતા લોકો દિલ્હી મારફતે ઉત્તર અમેરિકા, યુકે, દક્ષિણપૂર્વ એશિયા જતી અને આવતી વન-સ્ટોપ ફ્લાઇટ્સ સરળતાથી મેળવી શકશે.
એર ઇન્ડિયા આ રૂટ પર A320 વિમાન વાપરશે, જે ભૂજ આવતા અને જતા પ્રવાસીઓ માટે ઉડ્ડયનનો એકમાત્ર ફુલ સર્વિસ વિકલ્પ પૂરો પાડશે.
ફ્લાઇટ્સનું બૂકિંગ એર ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ (www.airindia.com), મોબાઇલ એપ અને ટ્રાવેલ એજન્ટ સહિત સહિત તમામ ચેનલો મારફતે થઈ શકે છે.
SCHEDULE OF FLIGHTS BETWEEN DELHI AND BHUJ | ||||
Flight # | Frequency | Sector | Departure | Arrival |
AI2479 | Daily | Delhi-Bhuj | 15:00 | 16:55 |
AI2480 | Daily | Bhuj-Delhi | 17:30 | 19:35 |