Western Times News

Gujarati News

કેનેડામાં ઓપન વર્ક પરમિટમાં થયેલા સુધારાથી ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે

(એજન્સી)નવી દિલ્હી, કેનેડાની સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને વિદેશી કામદારોના જીવનસાથી માટે ઓપન વર્ક પરમિટ નિયમોમાં સુધારો કર્યો છે, જે ૨૧ જાન્યુઆરી, ૨૦૨૫થી લાગુ થશે. નવા નિયમ મુજબ અધ્યયન કાર્યક્રમોની સમય મર્યાદા અને ઉચ્ચ માંગવાળી નોકરીઓના ક્ષેત્રો પર કેન્દ્રિત ચોક્કસ માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઓપન વર્ક પરમિટથી હજારો ભારતીયોને ફાયદો થાય છે. માત્ર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને વિદેશી કામદારોના જીવનસાથીઓ ઓડબલ્યુપી માટે અરજી કરી શકશે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે જસ્ટિન ટ‰ડોએ કેનેડાના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ઓપન વર્ક પરમિટમાં કરાયેલા સુધારાથી ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે.

ઘણા વિદ્યાર્થીઓ હવે જ્યારે તેઓ કેનેડામાં અભ્યાસ કરે છે અથવા કામ કરે છે ત્યારે તેમના જીવનસાથીને કામ પર લાવી શકશે. નવી ઓડબલ્યુપી પાત્રતા માસ્ટર પ્રોગ્રામ્સ, ડોક્ટરલ પ્રોગ્રામ્સ અથવા ૧૬ મહિના અથવા વધુ સમયગાળાના પસંદ કરેલા વ્યાવસાયિક પ્રોગ્રામ્સમાં નોંધાયેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના જીવનસાથીઓ સુધી મર્યાદિત રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.