ભારતમાં અલગ અલગ નોકરીઓમાં સળંગ 8 કલાક કોઈ કામ કરતુ હોય તે કહેવુ મુશ્કેલ
દેશમાં કર્મચારીના કામનાં કલાકોને લઈને ચર્ચા -જાણીતા ઉદ્યોગપતિઓ અઠવાડિયામાં ૭૦ થી ૯૦ કલાક કામની વાત કરે છે પરંતુ તે કઈ રીતે શક્ય બને ? ઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અઠવાડિયામાં પપ કલાકની વાત કરે છે
નવી દિલ્હી, કર્મચારીઓના કામના કલાકોને લઈને હાલમાં આ મુદ્દો વ્યાપક ચર્ચામાં છે. ખરેખર કર્મચારીઓ કેટલા કલાક કામ કરે છે તે ઉંડા અભ્યાસનો પ્રશ્ન છે. પરંતુ હાલમાં ભારતના બે જાણીતા ઉદ્યોગપતિઓએ અઠવાડિયાનાં ૭૦ કલાક અને ૯૦ કલાક કામ કરવાની વાત કરતા આ બાબત દેશમાં ચર્ચાના ચગડોળે ચડી છે. જો આટલા કલાકને છ દિવસથી ભાગવામાં આવે તો ૧૦ થી ૧પ કલાક રોજનું કામ કર્મચારીએ કરવું પડે.
પરંતુ ખરેખર આટલા કલાકની વાત છોડીએ તો કોઈ પણ ફિલ્ડમાં કર્મચારી સળંગ ૮ -૯ કલાક કામ કરી શકે જ નહિ. હયુમન બોડીને રીલેક્સ થવા સમય જોઈએ. શરીર સતત કામ કરે તો લાંબાગાળે વ્યક્તિના સ્વાસ્થ્ય પર અસર થયા વિના રહે નહી. એકચ્યુલી ભારતમાં પણ અલગ અલગ નોકરીઓમાં સળંગ ૮ કલાક કોઈ કામ કરતુ હોય તે કહેવુ મુશ્કેલ છે.
કારણ કે આપણે ત્યાં વાતાવરણ પ્રમાણમાં હળવુ હોય છે. લંચ ટાઈમ, પછી ચાની કીટલી- પાનના ગલ્લા પર જવુ, નોકરીમાં કલાયન્ટ આવ્યો હોય તો તેની સાથે વાતચીત ગપ ગોળા મારવા, કોમ્પ્યુટર- મોબાઈલમાં ગેઈમ રમવી, સિરિયલો જોવી ટૂંકમાં વર્કવીથ રીલેક્સ થીયરી આપણે ત્યાં ચાલે છે. જોવા જઈએ તો ચાર-પાંચ કલાક રેગ્યુલર કામ ચાલતુ હશે. બાકીના બે – ત્રણ કલાક તો આ પ્રકારે જ પસાર થાય છે.
ડબ્લ્યુ એચઓ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના અભ્યાસમાં એવુ જોવા મળ્યુ છ કે પપ કલાકથી વધારે કામ અઠવાડિયામાં કર્મ્ચારી દ્વારા કરવામાં આવે તો લાંબા ગાળે તેને સ્ટોકની સંભાવના અને દીલની બીમારી સહિતના જોખમ વધવાની શકયતાઓ છે. પરંતુ અઠવાડિયામાં ૩પ -૪૦ કલાક કામ કરવાથી આ પ્રકારનું જોખમ ઓછુ રહે છે.
જોકે હવે સરકારી- પ્રાઈવેટ કચેરીઓમાં પંચિગ મશીનો આવ્યા હોવાથી કર્મચારીની અવર-જવરના ટાઈમનો ખ્યાલ આવી જાય છે અમેરિકા, બ્રિટન, બ્રાઝીલ- ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત સહિતના દેશોમાં અઠવાડિયામાં સરેરાશ કામના કલાકો ૪૦ થી પ૦ કલાકની વચ્ અભ્યાસમાં તારણમાં બહાર આવ્યા છે.
હવે તો આઠ કલાકની ડયુટીની જગ્યાએ ઘણી કંપનીઓમાં ૧૦ કલાક સુધી કામ લેવાય છે જોકે ત્યાં પગાર ઉંચા હોય છે જે ઉદ્યોગપતિઓ અઠવાડિયામાં ૭૦ થી ૯૦ કલાકના કામોની વાત કરે છે તેમના પગાર કરોડો રૂપિયામાં જોવામાં આવ્યા છે
વળી તેમના ઘરમાં નોકર-ચાકરની ફોજ હોય છે તે સ્વાભાવિક છે જયારે સામાન્ય કર્મચારીને સમાજમાં વ્યવહારૂ અભિગમ અપનાવવો પડે છે એટલે તે અઠવાડિયામાં વધારે સમય આપી શકે જ નહી. કર્મચારીઓ કામચોરી કરતા નથી તેવુ પણ નથી. પરંતુ હકીકતમાં આઠ-દસ કલાકમાંથી કેટલા કલાકો પ્રોડકશનના હોય છે તે ખૂબ જ ઉંડો વિષય છે તેનો અભ્યાસ આવશ્યક છે.
બાકી મોટા માથાઓ તેમની રીતે મોટી વાત કરતા હોય તે સ્વાભાવિક છે પરંતુ સામાન્ય કર્મચારીને અનેક પ્રકારના સામાજીક, આર્થિક, ધાર્મિક, હેલ્થ સંબંધિત, કૌટુંબિક, બાળકોના અભ્યાસ સહિતના પ્રશ્નો સમસ્યા હોય છે તેના માટે તેણે ફરજીયાત સમય નીકાળવો પડતો હોય છે. જીવન જીવવાની દરેકની જરૂરિયાત પધ્ધતિ અલગ હોય છે. તેથી કામના કલાકોને લઈને દરેક પોતાની વાતને અલગ અલગ રીતે રજૂ કરતા હોય છે.