Western Times News

Gujarati News

મેઘરજના ભેમાપુરમાં પાંચ શખ્સોએ મહિલા પર હુમલો કર્યો

પ્રતિકાત્મક

મેઘરજ, મેઘરજના ભેમાપુર ગામે મહિલા ખેતરમાં જેસીબી મશીનથી સાફ-સફાઈ કરાવી ત્યાંથી નીકળતા મહિલા પર પાંચ શખ્સોએ હુમલો કરી મહિલાને માર મારતા મહિલા ઈજાગ્રસ્ત બની હતી જે ઘટનામાં ભોગ બનનાર મહિલાએ પાંચ હુમલાખોર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મેઘરજના રેલ્યો ગામના ટીનાબેન ગુલાબસિંહ રાઠોડ ભેમાપુર ગામની સીમમાં લાખાપુર ત્રણ રસ્તા પર આવેલ જમીન પર જેસીબીથી સાફ-સફાઈ કરાવી ટીનાબેન ઘરે નીકળવા કરતા હતા તે વખતે ત્યાં બે શખ્સોને આવી ટીનાબેન સાથે બોલાચાલી કરી અપશબ્દો બોલી તને મારી નાંખવાની છે તેમ કહી છુટા પથ્થરો મારતાં ટીનાબેનને પથ્થર વાગતા નીચે પડી ગયા હતા

ત્યાં શખ્સે લાકડી વડે ટીનાબેનને મારવા લાગ્યો હતો. બૂમરાણ થતાં ટીનાબેન સાથેના માણસોએ આવી ટીનાબેનને રોડ પર લઈ જઈ બેસાડયા હતા તે સમયે શખ્સે કીકીયારીઓ કરી બૂમો પાડી આવી જાઓઆજે તો આને મારી નાંખવાની છે તેમ કહી બૂમો પાડતા તેનુ ઉપરાણુ લઈ અન્ય શખ્સો આવી ટીનાબેનને અપશબ્દો બોલી છુટા પથ્થરો મારવા લાગ્યા હતા

જેમાં ટીનાબેનને ઈજાઓ પહોંચી હતી જેમ તેમ કરી ટીનાબેન પોતાનો જીવ બચાવી પોતાની ગાડીમાં બેસી મેઘરજ આવી હોસ્પીટલમાં સારવાર કરાવી હતી જે ઘટનામાં ટીનાબેન રાઠોડે મેઘરજ પોલીસમાં હુમલાખોર ભરત કોદર રાવળ, સંજય હાથી કટારા, કમલેશ કોદર કટારા, બળવંત હાથી કટારા, રમેશ હાથી કટારા તમામ (રહે. ભેમાપુર, તા.મેઘરજ) વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.