વડોદરાના વેપારીનું ફેક વોટ્સએપ બનાવીને ૬૯ લાખ પડાવનાર ઝડપાયો
વડોદરા, વડોદરા સ્થિત અંકુર સાયન્ટીફિક એનર્જી ટેકનોલોજીસ પ્રા.લિ.ના માલિક અંકુર જૈનના નામનું ફેક વોટસએપ એકાઉન્ટ બનાવીને કોઈ ભેજાબાજોએ રૂપિયા ૬૯ લાખ પડાવી લીધા હોવાનો બનાવ ગત ઓકટોબર માસમાં બન્યો હતો. વડોદરા સાયબર ક્રાઈમમાં નોંધાયેલી ફરિયાદના મામલે પોલીસે તપાસ કરતા અમદાવાદના એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.
વડોદરાના સમા વિસ્તારની નવરચના સ્કૂલ પાસે આવેલી અંકુર સાયન્ટીફિક એનર્જી ટેકનોલોજી પ્રા.લિ. કંપનીના સિનિયર મેનેજર એકાઉન્ટસ તરીકે ફરજ બજાવતા સંજય ગોપિવલ્લભ ભટ્ટાચાર્યએ પોલીસ ફરિયાદ કરી હતી કે, ૧૭મી ઓકટોબરના રોજ તેઓ ફરજ પર હાજર હતા ત્યારે એક અજાણંયા નંબર પરથી તેમને મેસેજ આવ્યો હતો. આ વોટ્સએપ એકાઉન્ટનો નંબર અજાણ્યો હતો
પરંતુ તેની પર કંપનીના માલિક અંકુર જૈનનો ફોટો પ્રોફાઈલમાં મૂકલ હતો. મેસેજમાં લખ્યું હતું કે, આ તેઓનો નવો મોબાઈલ નંબર છે અને હાસ સરકારી કર્મચારી સાથે મીટિંગમાં છે અને તેઓને કંપનીના નવા પ્રોજેકટ માટે પૈસાની જરૂર રહેશે તેમ કહીને કંપીના ખાતામાં કેટલું બેલેન્સ છે તે વિશે પૂછપરછ કરી હતી. કંપનીના અધિકારીએ પૈસા કયા કારણસર જોઈએ ?
જે કારણે પૈસાની જરૂર છે તેના માટે સપો‹ટગ ડોક્યુમેન્ટની માગણી કરી હતી. પરંતુ સામેથી પ્રત્યુત્તર મળ્યો હતો કે, અત્યારે મીટિંગમાં છે અને ડોક્યુમેન્ટ પછી આપી દેશે. પ્રોજેકટ કોન્ટ્રાક્ટ માટે એડવાન્સ પેટે રૂપિયા ૬૯ લાખ ટ્રાન્સફર કરવાના થશે. તેમ કહીને એÂક્સસ બેન્કનો ખાતા નંબર આપ્યો હતો
જેથી કંપનીના માલિક અંકુર જૈનની સૂચના સમજીને એકાઉન્ટ વિભાગમાંથી રૂ.૬૯ લાખ ટુકડે ટુકડે ટ્રાન્સફર કરી દીધા હતા. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને ભેજાબાજની શોધખોળ શરૂ કરી હતી જે દરમિયાન અમદાવાદના દર્શીલ પરેશભાઈ શાહને પોલીસે ઝડપી પાડયો હતો.