વડોદરા નજીક આસોજ ગામની સીમમાં પતિએ પત્નીની હત્યા કરી
વડોદરા, વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના આસોજ ગામની સીમમાં ખેતરમાં રહેતા અને ખેત મજૂરી કરતા પતિએ પત્નીના માથામાં લાકડીનો ફટકો મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. સામાન્ય ઝઘડામાં બનેલા હત્યાના આ બનાવ અંગે મંજુસર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે સાવલી તાલુકાના આસોજ ગામમાં મનુભાઇ સોમાભાઇ પટેલનું ખેતર આવેલું છે. આ ખેતરમાં પંચમહાલ જિલ્લાના જાંબુડી ગામનો વતની વિક્રમ છેલ્લા કેટલાક સમયથી તેની પત્ની સાથે રહેતો હતો અને ખેત મજૂરી કરતો હતો. ઉતરાયણના દિવસે કોઈ કારણસર પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.
જેમાં રોષે ભરાયેલા પતિ વિક્રમે પત્નીના માથામાં વાસના લાકડીનો ફટકો મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. આ બનાવવાની જાણ મંજુસર પોલીસને થતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
આસોજ ગામની સીમા બનેલા હત્યાના આ બનાવે આસોજ ગામમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. મંજુસર પોલીસે છાણીમા રહેતા ખેતર માલિક મનુભાઈ પટેલની ફરિયાદના આધારે હત્યારા વિક્રમ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
હત્યારો ઝડપાયા બાદ ચોકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.SS1MS