એક તરફ યુદ્ધવિરામની જાહેરાત; બીજી તરફ ઇઝરાયલનો રોકેટમારો
દોહા, છેલ્લા ૧૫ મહિનાથી ઇઝરાયેલ સતત ગાઝા પર હુમલા કરી રહ્યું છે, જેમાં ૪૬,૦૦૦થી વધુ પેલેસ્ટીનિયન નગરિકોના મોત થયા છે, ગાઝાની અંદાજિત ૯૦ ટકા વસ્તી વિસ્થાપિત થઈ ગઈ, જેના કારણે ભયંકર માનવીય કટોકટી સર્જા છે.
ગાઝા પર હુમલા અટકવવા દુનિયાભરના દેશો ઇઝરાયલ પર સતત દબાણ કરી રહ્યા છે, એવામાં રાહતના સમાચાર છે કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો છે. ઇઝરાયલ હુમલા રોકવા અને હમાસ ઈઝરાયેલી બંધકોને છોડવા તૈયાર થયું છે.
જોકે ઇઝરાયલના વડા પ્રધાને આ કરાર હજુ પૂર્ણ ન થયો હોવાનું જાહેર કર્યું છે.અહેવાલ મુજબ કતારના વડા પ્રધાને ૧૫ જાન્યુઆરી બુધવારના રોજ યુદ્ધવિરામ પર બંને પક્ષે સમજુતી સધાઈ હોવાની જાહેરાત કરી હતી.
કતારની રાજધાની દોહામાં થયેલી બેઠકો બાદ જાહેરાત કરતા શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ-શાનીએ કહ્યું કે યુદ્ધવિરામ કરાર રવિવારથી અમલમાં આવશે.
આ કરારની સફળતા ઇઝરાયલ અને હમાસ દ્વારા સદ્ભાવનાથી કામ કરવા પર આધાર રાખે છે, જેથી કરાર તૂટી ન જાય.કરાર હેઠળ બંને તરફે તબક્કાવાર બંધકોને મુક્ત કરવામાં આવશે, હમાસ બંધક ઇઝરાયલી નાગરીકોને છોડશે, જ્યારે ઇઝરાયલ સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓની મુક્ત કરવા તૈયાર થયું છે.
કરારમાં વિસ્થાપિત થયેલા લાખો પેલેસ્ટિનિયન નાગરીકોને ગાઝામાં પાછા ફરવાની મંજૂરી આપવાનો સમાવેશ થાય છે. કરાર હેઠળ, ગાઝામાં જરૂરી માનવતાવાદી સહાય પણ પહોંચાડવામાં આવશે.SS1MS