Western Times News

Gujarati News

1965ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં 9 ગોળી વાગી હતી: રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો અર્જુન એવોર્ડ

ભારતના પ્રથમ પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા મુરલીકાંત પેટકર અર્જુન એવોર્ડ (લાઈફ ટાઈમ) રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો

૩૪ ખેલાડીઓ અર્જુન પુરસ્કારથી સન્માનિત: મનુ ભાકર-ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓને મળ્યો ખેલ રત્ન એવોર્ડ

(એજન્સી)નવી દિલ્હી, બે ઓલિમ્પિક મેડલ વિજેતા શૂટર મનુ ભાકર અને ચેસ વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશ ચમક્યા હતા પરંતુ શુક્રવારે જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં એક પરંપરાગત સમારોહમાં રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર એનાયત કર્યા ત્યારે પેરા એથ્લેટ્‌સે સૌથી વધુ તાળીઓ મેળવી હતી.

મનુ અને ગુકેશની સાથે ભારતીય પુરૂષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા હાઈ જમ્પર પ્રવીણ કુમારને પણ દેશના સર્વોચ્ચ ખેલ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

આ સમારોહની સૌથી લાગણીશીલ ક્ષણ એ હતી જ્યારે ભારતના પ્રથમ પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા મુરલીકાંત પેટકર વ્હીલર ચેર સાથે અર્જુન એવોર્ડ (લાઈફટાઈમ) લેવા માટે રાષ્ટ્રપતિ સુધી પહોંચ્યા હતા. ૮૦ વર્ષીય  પેટકરને ૧૯૬૫ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં કમરથી નીચે ગોળી વાગી હતી.

President Droupadi Murmu confers the Arjuna Award (Lifetime) to Shri Murlikant Rajaram Petkar for his outstanding achievements in Para-Swimming. 

તેઓ મૂળ બોક્સર હતો પરંતુ બાદમાં પેરા સ્વિમર બન્યો. તેમણે ૧૯૭૨ની પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે તેઓ એવોર્ડ લેવા આવ્યા ત્યારે તેઓ પોતાની સીટ પર પાછા ન ગયા ત્યાં સુધી તાળીઓનો ગડગડાટ ચાલુ રહ્યો હતો. તેના માટે તાળીઓ પાડનારાઓમાં અભિનેતા કાર્તિક આર્યન પણ હતો જેણે તેના પર બનેલી ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

૧૯૬૫ના પાકિસ્તાન સામેના યુદ્ધ દરમિયાન તેમને ગંભીર ગોળી વાગી હતી અને તેઓ અપંગ બની ગયા હતા. તેમને ૯ ગોળીઓ વાગી હતી, જેમાંથી ૮ ગોળીઓ કાઢી નાખવામાં આવી હતી, પરંતુ એક તેમની કરોડરજ્જુમાં ઊંડે સુધી વાગી ગઈ હતી, જેના કારણે તેઓ કમરની નીચેથી અપંગ થઈ ગયા હતા. તેમને મુંબઈની INHS અશ્વિની (ભારતીય નૌકાદળની હોસ્પિટલ)માં દાખલ કરવામાં આવ્યા હતા.

૨૨ વર્ષીય ભાકર એ જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી સ્વતંત્ર ભારતની પ્રથમ ખેલાડી બની હતી જ્યારે તેણીએ પેરિસ ઓલિમ્પિકમાં ૧૦ મીટર એર પિસ્તોલ વ્યક્તિગત અને મિશ્ર ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. હરમનપ્રીત ટોક્યો અને પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી હોકી ટીમનો સભ્ય હતો. હરમનપ્રીત સિંહ પેરિસ ઓલિમ્પિકમાં ટીમનો કેપ્ટન પણ હતો. બીજી તરફ દિવ્યાંગ પ્રવીણે ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને પેરિસમાં તેને ગોલ્ડમાં પરિવર્તિત કર્યો હતો.

૧૮ વર્ષીય ગુકેશ સૌથી યુવા વિશ્વ ચેમ્પિયન બન્યો છે. જેમણે ગયા મહિને ચીનના ડિંગ લિરેનને હરાવ્યો હતો. તે વિશ્વનાથન આનંદ પછી વિશ્વ ચેમ્પિયનશિપ જીતનાર બીજો ભારતીય છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચેસ ઓલિમ્પિયાડમાં ભારતની ખિતાબ જીતમાં પણ તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વખતે ૩૨ ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યા હતા, જેમાંથી ૧૭ પેરા એથ્લેટ છે.

અર્જુન એવોર્ડ મેળવનાર ખેલાડીઓમાં પેરિસ ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ અમન સેહરાવત, શૂટર્સ સ્વપ્નિલ કુસાલે, સરબજોત સિંહ અને પુરૂષ હોકી ટીમના સભ્યો જરમનપ્રીત સિંહ, સુખજીત સિંહ, સંજય અને અભિષેકનો સમાવેશ થાય છે. આ વખતે પેરા એથ્લેટ્‌સની સંખ્યા એવોર્ડ મેળવનારમાં સૌથી વધુ હતી. જેમાં પેરિસ પેરાલિમ્પિક્સમાં સાત ગોલ્ડ અને નવ સિલ્વર સહિત ૨૯ મેડલ જીત્યા છે. રાષ્ટ્રપતિ મુર્મૂ પરંપરાથી ફેરફાર કરીને વ્હીલચેર પર નિર્ભર કેટલાક ખેલાડીયો જેવા કે પ્રણવ સુરમા માટે પોતે આગળ ચાલીને આવી હતી.

આ પ્રસંગે ખેલ મંત્રી મનસુખ માંડવિયા, સંસદીય અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ, રમત ગમત સચિવ સુજાતા ચતુર્વેદી પણ હાજર હતા. ખેલ રત્ન પુરસ્કારની સાથે ૨૫ લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર, જ્યારે અર્જુન અને દ્રોણાચાર્ય પુરસ્કારોમાં ૧૫ લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.