Western Times News

Gujarati News

1.50 લાખની લાંચ માંગનાર પોલીસ કોન્સ્ટેબલ ACBના છટકામાં ઝડપાયો

( પ્રતિનિધિ ) અમદાવાદ, આણંદ જિલ્લાના ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ના ગુનામાં નામ નહીં લખવા માટે રૂ.૧.૫૦ લાખની લાંચની માંગણી કરનાર પોલીસ કોન્સ્ટેબલ એસીબી ઘ્‌વારા કલોદરા ગામ ત્રણ રસ્તા, જાહેર રસ્તા પર ગોઠવવામાં આવેલા છટકામાં લાંચની રકમ સ્વીકાર કરતા ઝડપાઇ ગયા છે.

એસીબી ના સૂત્રોએ જણાવ્યા મુજબ આ કામના ફરિયાદીના મિત્ર વિરુધ્ધ ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનનો ગુનો દાખલ થયેલ, જે ગુનાની તપાસ કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર (ઁજીં) ના રાઇટર તરીકે ફરજ બજાવતા હોવાનુ જણાવી ફરીયાદીના મિત્રને હાજર કરાવવા તથા ફરીયાદીનુ નામ પ્રોહીબિશનના ગુનામાં નહી ખોલવા માટે આ કામના આરોપી રોશનકુમાર જગદીશભાઇ વણકર, હોદ્દોઃ-અનાર્મ પોલીસ કોન્સટેબલ, વર્ગ-૩,

નોકરીઃ- ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન, ખંભાત, તા.ખંભાત, જી.આણંદ એ ફરીયાદી પાસે પ્રથમ રૂ.૨,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરતા રકઝકના અંતે રૂ.૧,૨૦,૦૦૦/- આપવાનુ નકકી કર્યું હતું, ત્યારબાદ આરોપીએ ફરીથી ફરીયાદીને બીજા રૂ.૩૦,૦૦૦/- ઉમેરી કુલ રૂ.૧,૫૦,૦૦૦/- ની લાંચની માગણી કરી હતી. પરંતુ ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય એ.સી.બી. ના ટોલ ફ્રી નં. ૧૦૬૪ ઉપર સંપર્ક કરી

આણંદ એ.સી.બી. પો.સ્ટે. ખાતે આવી પોતાની ફરીયાદ આપી હતી. ફરીયાદીની ફરીયાદ આધારે એસીબી ઘ્‌વારા લાંચના છટકા નું આયોજન કરવામાં આવ્યુ હતું. જે લાંચના છટકાં દરમ્યાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની માગણી કરી, સ્વીકારી પકડાઇ ગયા હતા.

આ કેસમાં ટ્રેપીંગ અધિકારી તરીકે સુ.શ્રી એમ.એલ.રાજપુત,પોલીસ ઇન્સ્પેકટર,આણંદ એ.સી.બી. તેમજ સુપરવિઝન અધિકારી કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી.,અમદાવાદ એકમ, અમદાવાદ હાજર રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.