સોફાસેટ, વોશીંગ મશીન, ઘરઘંટી અપાશે સમૂહલગ્નમાં દસકોશી લેઉવા પાટીદાર સમાજની કન્યાને
રવિવારે ર૯મોં સમુહ લગ્નોત્સવ ઉજવાશે, ૧૦૭ વસ્તુ કન્યાદાનમાં અપાશે -સમૂહલગ્નમાં દસકોશી લેઉવા પાટીદાર સમાજની કન્યાને દાગીના-ઘરવખરી ભેટ આપવામાં આવશે
(એજન્સી)અમદાવાદ, સિંગરવામાં ચોવીસ ગામ દસકોશી લેઉવા પાટીદાર સમાજના ર૯માં સમુહલગ્નોત્સવનું આયોજન ૧૯ જાન્યુઆરીએ યોજાશે. ૬ જોડાંને સમાજના અગ્રણીઓ તરફથી સોના-ચાંદીના દાગીના સહીત ઘરવખરીની ૧૦૪ વસ્તુ કન્યાદાનમાં અપાશે.
આ પ્રસંગે સમાજના ૩ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. નવયુગલોને સિલ્ક સાડી, મંગળસુત્ર અને કપલ વોચ ભેટ અપાશે. સમાજના પ્રમુખ અતુલ પટેલ અનુસાર ર૯માં સમુહ લગ્નમાં સમાજ તરફથી ૧૦૪ વસ્તુ અને સમાજ ટ્રસ્ટ તરફથી ૩ વસ્તુન ભેટમાં અપાશે.
મુખ્ય યજમાન તરીકે સિંગરવાના અલ્કેશ પટેલ ભોજન-મંડપની સેવા આપશે. સમાજની ક્રિકેટ કાર્નિવલમાં વીજેતા ટીમને સાથે સ્પોર્ટસ કમીટીના આભાર વિધી સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓ અને ટીમોનું સમુહલગ્નમાં આમંત્રીતો દ્વારા સન્માન કરાવાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ, પુર્વના સાંસદ હસમુખ પટેલ, ઉધોગમંત્રી જગદીશ વિશ્વકર્મા પુર્વગૃહમંત્રી સહીત દસક્રોઈ-વટવાના ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
સમાજના ૧૦૦થી વધુ દાતાઓની મદદથી ચમચીથી માંડી વોશીગમશીન ખુરશી, રોટીમેકર, સ્ટીલનો વાસણો સેટ, ચાંદીની ફોટોફ્રેમ, રોકડ કવર, ગેસસ્ટવ, ટીપોઈ, ડિનરસેટ, ટોસ્ટર, મલ્ટી કડાઈ, ઈલેકટ્રીક કેટલ પિત્તળના કળશ, ગ્લાસ અને સેવસંચો મીક્ષર, વોટર જગ, ગીઝર, ઘરઘંટી હોમ થીયેટર સોફાસેટ, ડબ્બા જેવું ઘરનું રાચરચીલું દીકરીઓને કરીયાવરમાં અપાશે.
સમાજની વાડી માટે ભુમીદાન કરનારનું સન્માન કરાશે ઃ સમુહલગ્નોત્સવ સાથે બારેજા ખાતે સમાજના લોકો માટે તેમજ સમાજને એકમંચ કરવા સમાજવાડી માટે ભુમીદાન કરનાર સારસાના અને હાલ યુુએસએમાં રહેતા દાતા કીરીટ પટેલના સમાજના લોકોની ઉપસ્થિતીમાં સન્માન કરાશે. આ સાથે સમાજની વાડી માટે દાતાઓનું સન્માન કરાશેર