Western Times News

Gujarati News

બોગસ પ્રોપર્ટી કાર્ડ: આરોપી કલાસ-૧ ઓફિસરને અરજી પાછી ખેંચી લેવાની ફરજ પડી

ડુમસનાં બોગસ પ્રોપર્ટી કાર્ડ કાઢવાના કૌભાંડમાં આરોપી ઉચ્ચ અધિકારીએ ફરિયાદ રદ્‌ કરવા હાઈકોર્ટમાં કરેલી કવોશીંગ પિટિશન પાછી ખેંચી-કોઈપણ પ્રકારની રાહત આપવાનો હાઈકોર્ટનો સાફ ઈન્કાર

અમદાવાદ, સુરતના ડુમસ- વાટ વિસ્તારમાં કોઈપણ પ્રકારના અધિકૃત દસ્તાવેજો અપલોડ કર્યા વિના બારોબાર બોગસ પ્રોપર્ટી કાર્ડ કાઢવાના ચકચારભર્યા કૌભાંડમાં પ્રમોલગેટીંગ ઓફિસર એવા કલાસ-૧ અધિકારી કે.પી. ગામીત (કાનાલાલ પોસલાભાઈ ગામીત) દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પોતાની વિરૂધ્ધ રદબાતલ ઠરાવવા કરાયેલી કવોશીંગ પિટિશન હાઈકોર્ટે ધરાર ફગાવી દેવાનું વલણ અપનાવતા આરોપી કલાસ-૧ ઓફિસરને પોતાની અરજી પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી. જસ્ટિસ સંદીપ એન. ભટ્ટે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ આરોપી કલાસ-૧ અધિકારી સામેની ફરિયાદ રદ કરવાનો કે તેમને કોઈપણ પ્રકારની રાહત આપવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો.

કેસની સુનાવણી દરમિયાન બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ અને ગુનાની ગંભીરતાને લઈ જસ્ટિસ સંદીપ એન. ભટ્ટે બહુ માર્મિક ટકોર કરી હતી કે, અદાલત આશા રાખે છે કે, હવે બહુ ગંભીર અને સંવેદનશીલ એવા કૌભાંડમાં પોલીસ દ્વારા યોગ્ય અને પારદર્શી તપાસ થાય.

સુરતના ડુમસ- વાટ વિસ્તારમાં કરોડો રૂપિયાની જમીનમાં ૩૦૦થી વધુ બોગસ પ્રોપર્ટી કાર્ડના કરોડો રૂપિયાની જમીનમાં ૩૦૦થી વધુ બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવાના કૌભાંડને લઈ સુરત સીઆઈડી ક્રાઈમમાં સ્થાનિક સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ અનંત ડાહ્યાભાઈ પટેલ, સમૃÂધ્ધ કોર્પો.ના ભાગીદાર નરેશ નેમચંદ શાહ સહિતના આરોપીઓ વિરૂધ્ધ એફઆઈઆર દાખલ થઈ હતી. આ સમગ્ર કૌભાંડમાં હજુ વધુ આરોપીઓની પણ સંડોવણી સામે આવી છે. જોકે હાલ તો તમામ આરોપીઓ નાસતા ફરી રહ્યા છે.

બીજી બાજુ કલાસ-૧ અધિકારી કાનાલાલ પોસલાભાઈ ગામીત દ્વારા પોતાની વિરૂધ્ધની એફઆઈઆર રદ બાતલ ઠરાવવા દાદ માંગતી હાઈકોર્ટ સમક્ષ કરેલી કવોશીંગ પિટિશનનો સખત વિરોધ કરતાં સરકાર તરફથી જણાવ્યું હતું કે, આ બહુ મોટા અને સંવેદનશીલ કૌભાંડનો ગુનો છે. જેમાં આરોપીની સીધી અને પ્રથમદર્શનીય સંડોવણી સામે આવી છે.

પ્રોપર્ટી કાર્ડ કાઢવામાં હવે બાયોમેટ્રીક સીસ્ટમ અમલી બની ગઈ છે. આરોપીઓ પોતાની સત્તા અને હોદ્દાનો દૂરપયોગ કરી એનએ ઓર્ડર કે સંબંધિત દસ્તાવેજો અપલોડ કર્યા વિના જ બારોબાર પ્રોપર્ટી કાર્ડ કાઢવામાં આવ્ય્‌ હતા. જે દસ્તાવેજો અપલોડ થયા તેવા કોઈ દસ્તાવેજોનું કોઈ અÂસ્તત્વ જ નથી. તેવા બોગસ દસ્તાવેજો અપલોડ કરાયા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.