20 કિલો ગેરકાયદેસર કેમિકલ મોકલવા માટેની તૈયારી કરી રહેલા સુરતના વેપારીની USAમાં ધરપકડ
સુરત સ્થિત રોકસટર કેમિકલ્સના સ્થાપક અને ઈથોસ કેમિકલ્સના ભૂતપૂર્વ ડિરેકટર ભાવેશ પટેલની તપાસ કર્યા બાદ હોમલેન્ડ સિકયોરિટી ઈન્વેસ્ટીગેશન્સ દ્વારા તેની અટકાયત
પ્રતિબંધિત કેમિકલની ગેરકાયદે હેરફેર માટે સુરતના યુવકની અમેરિકામાં ધરપકડ કરાઈ
સુરત, સુરતમાં રહેતા ૩૬ વર્ષીય ગુજરાતી બિઝનેસમેન ભાવેશ પટેલ ઉર્ફે ભાવેશ લાઠિયાની અમેરિકાના ન્યુયોર્કમાં ઘાતક સિન્થેટિક ડ્રગ ફેન્ટાલિનના ઉત્પાદનમાં વપરાતા રસાયણોની ગેરકાયદે હેરાફેરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ભાવેશ ઉપર અમેરિકા અને મેÂક્સકોમાં પ્રતિબંધિત કેમિકલનો જથ્થો મોકલવાનો આરોપ છે. આ કેમિકલને કથિત રીતે મેÂક્સકોના કુખ્યાત સિનાલોઆ કોર્ટેલ અને અન્ય ડ્રગ હેરફેર કરનાર જૂથોને મોકલવામાં આવતા હતા. Surat businessman arrested in USA for preparing to send 20 kg of illegal chemicals
સુરત સ્થિત રોકસટર કેમિકલ્સના સ્થાપક અને ઈથોસ કેમિકલ્સના ભૂતપૂર્વ ડિરેકટર ભાવેશ પટેલની તપાસ કર્યા બાદ હોમલેન્ડ સિકયોરિટી ઈન્વેસ્ટીગેશન્સ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે. આ બન્ને કંપનીઓ ફેન્ટાનિલ રસાગણોની ગેરકાયદે નિકાસ કરતી હતી.
સ્થાનિક સરકારી વકીલે આરોપ લગાવ્યો છે કે, રેકસટર કેમિકલ્સે જૂન ર૦ર૪માં ન્યુયોર્કમાં વિટામીન સી સપ્લિમેન્ટ્સ હોવાનું એક કથીત શિપમેન્ટ મોકલ્યું હતું. આ સિવાય ર૩ નવેમ્બર ર૦ર૪ના રોજ વધુ એક એન્ટાસિડ દવાનું ખોટું લેબલ લગાવેલું શિપમેન્ટ મોકલવામાં આવ્યું હતું તેમાં ર૦ કિલો લિસ્ટ વન કેટેગરીનું કેમિકલ હતું જેનો ઉપયોગ ફેન્ટાનીલ રસાયણ બનાવવા માટે કરવામાં આવતો હતો. આ શિપમેન્ટ કથિત રીતે મેÂક્સકન ડ્રગ માફિયાઓ સાથે જોડાયેલું હતું. હકીકતમાં ફેન્ટાનીલ રસાયણ હેરોઈન કરતાં પણ પ૦ ગણું મોર્ફિન કરતાં ૧૦૦ ગણું વધુ શક્તિશાળી નશાકારક રસાયણ છે.
અમેરિકાના પૂર્વી ન્યુયોર્ક જિલ્લાના એટર્નિની ઓફિસનો રિપોર્ટ કહે છે કે, સુરતના ભાવેશ પટેલની ધરપકડ એક સ્ટીંગ ઓપરેશન બાદ કરવામાં આવી હતી. હોમલેન્ડ સિકયુરિટી ઈન્વેસ્ટીગેશનના ઓફિસરે ગ્રાહક બનીને ઓકટોબર ર૦ર૪માં પટેલને ઈમેલ અને વીડિયો કોલ્સ કર્યા હતા. આ કોલ્સ દરમિયાન પટેલે દાવો કર્યો હતો કે, તેના મેÂક્સકન ગ્રાહકો તેની આ પ્રોડકટથી સંતુષ્ટ છે.
તેઓ અમેરિકામાં પણ ર૦ કિલો કેમિકલ મોકલવા માટેની તૈયારી કરી રહ્યા છે. આ સિવાય એવું પણ કહેવાય છે કે, ભાવેશ પટેલે ફેબ્રુઆરી ર૦ર૪માં મેÂક્સકોમાં ડ્રગ સ્મગલરને પણ કથિત રીતે આ પ્રકારનું ૧૦૦ કિલો કેમિકલ મોકલ્યું હતું. જો ભાવેશ પટેલ દોષિત સાબિત થશે તો તેને અમેરિકાના કાયદા અનુસાર પ૩ વર્ષની જેલ થઈ શકે છે તેવું જાણકારો કહી રહ્યા છે.