સુરતમાં દોઢ વર્ષથી બોગસ નામ ધારણ કરી કડિયા કામ કરતો બાંગ્લાદેશી યુવક ઝડપાયો
સુરત, બોગસ દસ્તાવેજના આધારે ભારતીય સીમા ઓળગીને એજન્ટ મારફતે પ્રતિબંધિત બોર્ડર ક્રોસ કરીને શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલા ભરીમાતા ફુલવાડી રોડ પાલીયા ગ્રાઉન્ડ ખાતે રહેતો બાંગ્લાદેશી યુવકને એસઓજી પોલીસે ઝડપી પાડયો છે. રાજેશ સરદારના નામનું ભારત દેશનું ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ તથા આધાર કાર્ડ બનાવી લીધું હતું.
પોલીસ સુત્રો પાસે મળતી માહિતી અનુસાર બાંગ્લાદેશીઓ ઉપર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે. આ દરમિયાન મળેલી બાતમીના આધારે હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સુરત શહેર એસઓજી પોલીસે ભરીમાતા રોડ ફુલવાડી પાલિયા ગ્રાઉન્ડ પરથી કડિયા કામ કરતો યુસુફ સરદાર ખોટું નામ ધારણકરી રહેતો હોવાનું કબુલ્યું હતું અને પોલીસે વધુ પુછપરછ હાથ ધરી હતી.
આરોપીએ મુળ બાંગ્લાદેશના નરાઈલ જિલ્લાના વિષ્ણુપુર માધોફાસો, કાલિયા, નાગરિકતા ધરાવતો યુસુફ સરદાર (ઉ.ર૭) ભારતમાં ગેરકાયદેસર રીતે એજન્ટ મારફતે એક હજાર બાંગ્લાદેશી કરન્સી આપી સાતખીરા બોર્ડરથી ભારત દેશના પશ્ચિમ બંગાળના બાનગુના ખાતેથી ગેરકાયદે રીતે પ્રવેશ કરી હાવડા રેલવે સ્ટેશનથી સુરત ખાતે આવી અલગ અલગ જગ્યાએ ભાડેથી રહેતો હતો પોલીસે તેની પાસેથી ભારતીય ઓળખના ડોકયુમેન્ટ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.