વિકીની લોટરી ‘લવ એન્ડ વાર’ પછી રણબીર સાથે ‘ધૂમ ૪’માં કામ કરશે
મુંબઈ, વિકી ધૂમ પછી ફરી આલિયા સાથે ‘આલ્ફા’માં પણ કામ કરે તેવી શક્યતા હજુ તો વિકી કૌશલની ‘છાવા’ રિલીઝ થવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યાં તેણે પોતાની આવનારી ફિલ્મોની પણ તૈયારી કરી લીધી છે.
છાવામાં તે રશ્મિકા મંદાના અને અક્ષય ખન્ના સાથે જોવા મળશે. ત્યાર બાદ તે ભણસાલીની ‘લવ એન્ડ વાર’માં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે કામ કરશે. હવે વિકી રણબીર અને આલિયા સાથે વધુ એક-એક ફિલ્મ પણ કરવાનો હોવાની ચર્ચા શરૂ થઈ છે.
તેણે યશરાજ સાથે બીજા બે પ્રોજક્ટ સાઇન કર્યા હોવાની ચર્ચા છે. કેટલાંક અહેવાલો અનુસાર વિકીએ આદિત્ય ચોપરા સાથે મુલાકાત કરી હતી. તેમને વિકીને પોતાના પ્રોડક્શનની બે ફિલ્મોમાં કાસ્ટ કરવાની ઇચ્છા છે. તેમાંથી એક સ્પાય યુનિવર્સની ફિલ્મ હોઈ શકે, જેનાથી આલિયા પણ યશરાજના સ્પાય યુનિવર્સમાં પ્રવેશ કરવાની છે.
આદિત્યની ઇચ્છા યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સને વિસ્તારવાની છે, તેથી એવું પણ બની શકે કે આગિત્ય વિકી સાથે કોઈ નવી ફિલ્મ પણ બનાવે. જોકે, હજુ આ આયોજન કઈ રીતે આગળ વધે છે તે તો ‘આલ્ફા’ બોક્સ ઓફિસ પર કેવી ચાલે છે, તેના પર આધાર છે.
આ ઉપરાંત વિકી યશરાજની અન્ય એક ફિલ્મમાં પણ કામ કરે તેવી શક્યતા છે. યશરાજ દ્વારા પોતાની ધૂમ ફ્રેન્ચાઈઝીની ચોથી ફિલ્મ માટે રણબીર કપૂરને સાઇન કરી લીધો હોવાના અહેવાલો ફરતા થયા હતા. જે ફિલ્મમાં મુખ્ય વિલનનો રોલ કરશે. પરંતુ હવે એવા પણ કેટલાંક અહેવાલો છે કે આ ફિલ્મમાં વિલનના રોલ માટે સાઉથના કોઈ સુપર સ્ટાર સાથે પણ વાટાઘાટો ચાલી રહી હોવાની વાત છે.
એવી પણ અફવા હતી કે જુનિયર એનટીઆર આ ફિલ્મમાં કોઈ એક રોલ કરશે. કારણ કે તે યશરાજની આયાન મુખર્જી ડિરેક્ટ કરે છે તેવી અન્ય એક યુદ્ધ આધારીત ફિલ્મમાં પણ કામ કરે છે.
ત્યારે આયાન મુખર્જી જ ‘ધૂમ ૪’ પણ ડિરેક્ટ કરે તેવી વાત છે. રસપ્રદ વાત એ પણ છે કે આ વખતે અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા આ વખતે ફિલ્મમાં દેખાશે નહીં. તો બની શકે કે આમાંથી કોઈ એક રોલમાં આદિત્ય ચોપરા વિકી કૌશલને પણ કાસ્ટ કરી શકે છે.
અભિષેક બચ્ચને પહેલી ત્રણ ફિલ્મોમાં એસીપી જય દિક્ષિતનો રોલ કર્યાે હતો. તેથી એવું પણ બની શકે કે આ વખતે ચોર રણબીરની પાછળ ઓફિસર વિકી પડે તેવું પણ બની શકે. જોકે, આ અંગે હજુ યશરાજ ફિલ્મ્સ તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.SS1MS