અક્ષય અને પરેશ રાવલે ભૂતબંગલામાં પતંગ ચગાવી
મુંબઈ, અક્ષય કુમાર હાલ તેમની આગામી ફિલ્મ ‘ભૂતબંગલા’ માટે શૂટ કરી રહ્યા છે. ત્યારે તેમણે બંનેએ એકસાથે પતંગ ચગાવીને આ હોરર કોમેડી ફિલ્મના સેટ પર ઉત્તરાયણની ઉજવણી કરી હતી.
અક્ષય કુમારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યાે હતો, જેમા તે પોતે પતંગ ઉડાડતો દેખાય છે અને તેની સાથે પરેશ રાવલ પર મકર સંક્રાંતિની ઉજવણી કરતા દેખાય છે. તેણે આ વીડિયો સાથેની કૅપ્શમાં લખ્યું હતું,“મકરસંક્રાંતિનો તહેવાર મારા મિત્ર પરેશ રાવલ સાથે ભૂતબંગલાના સેટ પર ઉજવી રહ્યો છું. પતંગની જેમ જ હાસ્ય, સારો માહોલ અને ઉપર ઉડવાની ઇચ્છા સાથે.
પોંગલ, ઉત્તરાયણ અને બિહુની મારા તરફથી આનંદસભર શુભેચ્છાઓ.”આ વીડિયોમા અક્ષયકુમાર બ્લૅક કલરની હુડી પહેરીને પતંગ ઉડાડતો દેખાય છે, જ્યારે પરેશ રાવલ સફેદ કૂ૪તા અને પાજામા સાથે બ્લૅક નેહરુ જૅકેટ પહેરીને અક્ષયની ફિરકી પકડીને ઉભેલા દેખાય છે. લોકોને આ જોડીને ફરી કબીજા સાથે જઈ મજા આવી હી હતી. લોકોને તેમને એકસાથે જોઈને હેરાફેરીની જોડી યાદ આવી ગઈ હતી.
તેમણે આ બંનેને મોટા પડદે ફરી એક વખત સાથે જોવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. તેમણે ફરી એક વખત રાજુ અને બાબુબૈયાને સાથે જોવાની રાહ જોતા હોવાની પણ વાત કરી હતી. આ પહેલાં પરેશ રાવલ અને અક્ષય કુમાર ‘હેરાફેરી’, ‘ભુલભુલૈયા’, ‘ગરમ મસાલા’,‘ફિર હેરાફેરી’ અને ‘ઓહ માય ગોડ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે અને હવે તેઓ ‘ભુતબંગલા’માં ફરી સાથે કામ કરી રહ્યા છે.SS1MS