‘ગલી બોય’ની સીક્વલમાં રણવીર-આલિયાની બાદબાકી થઈ શકે
મુંબઈ, રણવીર સિંહ અને આલિયા ભટ્ટની રોમેન્ટિક મ્યૂઝિકલ ફિલ્મ ‘ગલી બોય’ને ૨૦૧૯માં ઓડિયન્સે ભરપૂર પ્રેમ આપ્યો હતો. ઓસ્કાર એવોર્ડમાં ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે આ ફિલ્મની પસંદગી થઈ હતી. રણવીર અને આલિયાની જોડીને લોકપ્રિયતા અપાવનારી આ ફિલ્મની સીક્વલ બનાવવાની તજવીજ શરૂ થઈ ગઈ છે.
જો કે તેમાંથી આલિયા અને રણવીરના બદલે અન્ય સ્ટાર્સની પસંદગી થઈ શકે છે. સીક્વલમાં આલિયા અને રણવીરને રિપિટ કરવાના બદલે મેકર્સે વિકી કૌશલ તથા અનન્યા પાંડે સાથે વાટાઘાટ શરૂ કરી છે. ૨૦૧૯ની સૌથી મોટિ હિટ બનેલી આ ફિલ્મને ઝોયા અખ્તરે ડાયરેક્ટ કરી હતી. તેમાં મુંબઈના સ્ટ્રીટ રેપર્સની સ્ટોરી હતી. રણવીરે મુરાદ અહેમદ અને આલિયાએ સફીનાનો રોલ કર્યાે હતો.
સીક્વલમાં નવા કેરેક્ટર્સ લાવવાનો ઈરાદો હોવાથી મેકર્સે કાસ્ટિંગમાં પણ ફેરફાર કરવાનું વિચાર્યું છે. આ સાથે ડિરેક્શનની જવાબદારી ઝોયા અખ્તરના બદલે અર્જુન વરિયનને સોંપાશે. અર્જુને અગાઉ ખો ગયે હમ કહાં ડિરેક્ટ કરી હતી. અર્જુન વરિયન સિંગની ઈચ્છા વિકી અને અનન્યા સાથે ફિલ્મ બનાવવાની છે.
નવી ટીમ સાથે જૂના પ્રોડ્યુસર આગળ વધી રહ્યા છે. આમ તો આ પ્રોજેક્ટ માટે પાછલા ચાર વર્ષથી તૈયારી ચાલી રહી હતી. ૨૦૨૦ના વર્ષમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન ઝોયા અખ્તરે ‘ગલી બોય’ની સીક્વલ માટે સ્ક્રિપ્ટ બની રહી હોવાનું કહ્યું હતું. આગામી ફિલ્મમાં પણ ભારતના હિપ-હોપ કલ્ચરને દર્શાવવામાં આવશે.
ડિવાઈન અને નાઝી નામના રેપર્સના જીવન આધારિત આ ફિલ્મના કારણે દેશભરમાં સ્ટ્રીટ રેપને લોકપ્રિયતા મળી હતી. તેમાં સિદ્ધાંત ચતુર્વેદીએ એમસી શેરનો રોલ કર્યાે હતો. વિજય રાઝલ, વિજય વર્મા પણ તેમાં મહત્ત્વના રોલમાં હતા. કોરોનાના આગમન પહેલાં આ ફિલ્મે રૂ.૨૦૦ કરોડનો વર્લ્ડવાઈડ બિઝનેસ કર્યાે હતો.SS1MS