અજય દેવગનની ‘શૈતાન ૨ અને ૩’નું કામ પણ શરૂ
મુંબઈ, ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રિમેક અજય દેવગનની ‘શૈતાન’ હોરર ફિલ્મોની એક ફ્રન્ચાઈઝીનું સ્વરૂપ ધારણ કરવા જઈ રહી છે. ૨૦૨૪માં આવેલી પહેલી ફિલ્મની સફળતા બાદ હવે ‘શૈતાન ૨’ અને ‘શૈતાન ૩’ પર પણ કામ શરૂ થઈ ચૂક્યું હોવાના અહેવાલો છે.
પેનોરમા સ્ટુડિઓઝની આ ફિલ્મ લોકોને ઘણી પસંદ પડી હતી. તેમાં જામકી બોડીવાલા, અજય દેવગન, જ્યોતિકા અને આર માધવનનો અભિનય પણ ઘણો વખણાયો હતો. ત્યારે ફિલ્મના મેકર્સ આ ફિલ્મને એક ફ્રેન્ચાઇઝીનું સ્વરૂપ આપવા જઈ રહ્યા છે. લોકો હજુ વધારે ડરવા તૈયાર છે. કાળા જાદુમાં ફસાઈ ગયેલા એક પરિવારની આ ફિલ્મની વાર્તા ૮ માર્ચ ૨૦૨૩માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘વશ’ પર આધારીત છે.
શૈતાને વર્લ્ડવાઇડ ૨૧૧ કરોડની કમાણી કરી હતી અને વર્ષની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ હતી. તેનાથી જાણે હોરર ફિલ્મોનો નવો દોર શરૂ થયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર પેનોરમા સ્ટુડિઓઝ દ્વારા તેના આગળના બંને ભાગની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે પરંતુ તેની વાર્તા અને પાત્રો વિશે હજુ રહસ્ય જ છે. આવનારી ફિલ્મમાં અજય દેવગન હશે કે નહીં એ પણ તે પણ ફિલ્મની જાહેરાત સાથે સ્પષ્ટ થશે.
પહેલી ફિલ્મની સફળતા પછી હવે બીજી ફિલ્મમાં અજય દેવગનની ફિલ્મમાં ફરી એન્ટ્રીની શક્યતા વધારે છે. પેનોરમા સ્ટુડિયોઝ દ્વારા ટર્કીશ હોરર ફિલ્મ ‘ડેબ્બી’ માટેના અધિકારો ખરીદી લેવાયા છે. ૨૦૦૬માં રિલીઝ થયેલી આ ફિલ્મની પણ સિક્વલ આવી છે -‘ડેબ્બી ૨’ અને ‘ડેબ્બી –ડેમન પઝેશન’ તેમજ ‘ડેબ્બી ૬’. આ સિરીઝનો અલગ પ્રસંશક વર્ગ છે. તેને હિન્દી સિનેમામાં લાવીને દર્શકોને કેટલી મજા આવે છે, તે જોવાનું રહ્યું.SS1MS