મહાકુંભ મેળામાં આગ: રપ૦થી વધુ ટેન્ટ સળગ્યા
ગીતા પ્રેસના ટેન્ટમાંથી લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળામાં રવિવારે બપોર બાદ અચાનક જ સેકટર-૧૯માં શાસ્ત્રીબ્રીજ પાસે ગીતા પ્રેસના કેમ્પમાં સીલીન્ડર ફાટતાં આગ ભભૂકી ઉઠી હતી અને ગણતરીની સેંકડોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં રપ૦થી વધુ ટેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા. દરમિયાનમાં આગ લાગતા જ લોકો બહાર નીકળી આવ્યા હતા અને અફડા તફડીનો માહોલ જોવા મળતો હતો.
એક પછી એક સીલીન્ડરો બ્લાસ્ટ થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં નાસભાગ મચી ગઈ હતી. આજ સમયે બ્રીજ ઉપરથી એક ટ્રેન પણ પસાર થઈ હતી. આગના કારણે ટેન્ટરોમાં રહેલી તમામ સાધન સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી.
બીજી બાજુ ફાયરબ્રિગેડ, એનડીઆરએફ સહિતના જવાનોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી રપથી વધુ મિનિટમાં જ આગને કાબુમાં લઈ લેતાં મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાના પગલે તાત્કાલિક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બનાવના સ્થળે પહોંચી ગયા હતાં અને સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આગની ઘટનાને લઈ યોગી આદિત્યનાથ સાથે ચર્ચા કરી હતી.
પ્રયાગરાજ મહાકુંભ મેળામાં આગ લાગતાં ઘડીક ભર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સેક્ટર-૧૯માં અખિલ ભારતીય ધર્મ સંઘ ગીતા પ્રેસ ગોરખપુરના કેમ્પમાં રાંધણ ગેસના બાટલમાં બ્લાસ્ટ બાદ આગ બીજા તંબૂઓમાં ફેલાઈ હતી. આગમાં સિલિન્ડરના ફૂરચે-ફૂરેચાં ઉડી ગયા હતા અને ચૂલા અને વાસણો પણ તૂટેલા જોવા મળ્યાં હતા.
પહેલા સિલિન્ડરમાં આગ લાગી અને પછી તે ફેલાઈ ગઈ. આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યા બાદ અલગ-અલગ ટેન્ટમાં રાખવામાં આવેલા સિલિન્ડરોમાં એક પછી એક ધડાકા થયા હતા. લગભગ આઠથી નવ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયાની માહિતી સામે આવી છે.
પ્રધાનમંત્રી મોદીએ પણ આ દુખદ ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી અને સીએમ યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાત કરીને જાણકારી મેળવી હતી અને જરુરી નિર્દેશો આપ્યાં હતા.
યુપીના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લાગેલી વિકરાળ આગ કાબુમાં આવી ગઈ છે. ફાયર ફાઈટર્સ દ્વારા તાબડતોબ આગને કાબુમાં લઈ લેવાઈ હતી. સદનસીબે, જાનહાનીના કોઈ સમાચાર નથી. સેક્ટર ૧૯માં વિકરાળ આગ લાગતાં સેંકડો તંબૂઓ સળગીને ખાખ થઈ ગયાં હતા. હકીકતમાં સેક્ટર ૧૯ના બનાવતી વખતે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો જેને કારણે આગ લાગી હતી જે બાજુના તંબૂઓમાં ફેલાઈ હતી અને થોડી વારમાં વિકરાળ રુપ ધારણ કર્યું હતું.
ગોરખપુરના અખિલ ભારતીય ધાર્મિક સંઘ ગીતા પ્રેસના કેમ્પમાં આગ લાગી હતી. કેમ્પમાં રાખેલો તમામ સામાન બળીને રાખ થઈ ગયો છે. આ ઉપરાંત સેંકડો તંબૂઓ પણ સળગીને ખાખ થઈ ગયાં છે.
આ આગ એટલી ભીષણ છે કે આખા વિસ્તારમાં ધૂમાડાના ગોટે ગોટા ઉડતાં જોવા મળ્યાં હતા. પ્રયાગરાજના છડ્ઢય્ ભાનુ ભાસ્કરે કહ્યું કે મહા કુંભ મેળાના સેક્ટર ૧૯માં બે-ત્રણ સિલિન્ડર ફાટ્યા, જેના કારણે શિબિરોમાં ભારે આગ લાગી હતી. આગને કાબુમાં લેવામાં આવી છે. સીએમ યોગી આદિત્યનાથે આ ઘટનાની ગંભીર નોંધ લીધી હતી અને જેવી આગની ખબર મળી કે તાબડતોબ દોડી આવ્યાં હતા.
મહાકુંભ મેળા વિસ્તારમાં હાજર એક પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો હતો કે આગમાં લગભગ ૨૫૦ ટેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા. આગની જ્વાળાઓ ખૂબ જ ઊંચી હતી. ખૂબ મોટા વિસ્તારમાં આગ લાગી હતી.
મહાકુંભ ૧૩ જાન્યુઆરીથી શરૂ થયો હતો અને ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલશે. ૧૮ જાન્યુઆરી સુધી મહાકુંભ દરમિયાન ૭ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમ ત્રિવેણીમાં ડૂબકી લગાવી છે. રવિવારે ૪૬.૯૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું.
A massive fire broke out at Geeta Press, Sector 19, Prayagraj, following gas cylinder explosions. The blaze quickly spread to nearby tents but was brought under control by prompt action from the fire department and police. No casualties reported. CM @myogiadityanath visited the site and ensured swift medical care for the injured. Over 7.72 crore devotees have already taken holy dips at the Sangam.