Western Times News

Gujarati News

GCCI અમદાવાદ ખાતે “Intel AI ફોર મેન્યુફેક્ચરિંગ સર્ટિફિકેટ કોર્સ” શરૂ થયો

: GCCI, Intel India અને GTU દ્વારા સંયુક્ત રીતે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં Intel AI ની સહાયવિષય પર તારીખ 17મી જાન્યુઆરી, 2025 ના રોજ GCCI અમદાવાદ ખાતે આયોજિત સર્ટિફિકેટ કોર્સ.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI), ઇન્ટેલ ઇન્ડિયા અને ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) એ સાથે મળીને તારીખ 17મી જાન્યુઆરી 2025ના રોજ GCCI અમદાવાદ ખાતે “Intel AI ફોર મેન્યુફેક્ચરિંગ સર્ટિફિકેટ કોર્સ” નો પ્રારંભ કર્યો હતો જે સત્ર દરમિયાન ખૂબ જ માહિતીપ્રદ અને ઉપયોગી સત્રનું આયોજન થયું હતું. GCCI, Intel India, and GTU Collaborate to Launch “Intel AI for Manufacturing Certificate Course”

GCCI તેમજ સહભાગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ આ પહેલ વ્યૂહાત્મક રીતે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ઉત્પાદન ક્ષેત્રમાં તેની ઉપયોગીતા બાબતે પ્રવર્તમાન જ્ઞાન અને વિવિધ સ્કિલ બાબતે સુસજ્જ કરવા માટે લેવામાં આવેલ મહત્વનું પગલું છે. આ કાર્યક્રમ મેન્યુફેક્ચરિંગ અને અદ્યતન ટેક્નોલોજીના ભવિષ્યમાં AI ની પરિવર્તનક્ષમ અનેકવિધ સંભાવનાઓ પર પ્રકાશ પાડે છે તેમજ આવી વિવિધ પ્રવૃત્તિઓ થકી શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે એક ખાસ સહયોગ પ્રસ્થાપિત કરવા ના મહત્વને પ્રોત્સાહિત કરે છે.

આ પ્રસંગે તેઓના આવકાર પ્રવચનમાં GCCI ના પ્રમુખશ્રી સંદીપ એન્જીનીયરે ટેકનોલોજીકલ ઇનોવેશન, સસ્ટેનેબલ પ્રગતિ અને ઉત્પાદન ક્ષેત્રના ભાવિ સ્પર્ધાત્મક વાતાવરણમાં સફળતા પ્રાપ્ત કરવા બાબતે ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતની અદ્યતન તકનીકોના ઝડપથી વિકસતા લેન્ડસ્કેપને નેવિગેટ કરવા માટે

જરૂરી કૌશલ્યો સાથે કર્મચારીઓને સજ્જ કરવા માટે આવી ભાગીદારી આવશ્યક છે. તેમણે ઉભરતા પડકારોને પહોંચી વળવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને AI-સંચાલિત ઉત્પાદન ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ માટે એક મજબૂત ઇકોસિસ્ટમ બનાવવા માટે ઉદ્યોગના નેતાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સક્રિય જોડાણના મહત્વ પર ભાર મુક્યો હતો.

GIC, GTUના સલાહકાર ડૉ. મિહિર શાહે આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ વક્તાઓ તેમજ સહભાગીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું તેમજ વર્તમાન અત્યાધુનિક ટેકનોલોજી ના સમયમાં તે બાબતે સાનુકૂળ શિક્ષણને પ્રોત્સાહિત કરવા તેમજ તે બાબતે જરૂરી વાતાવરણ પૂરું પાડવાની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાની પુનઃ નોંધ લીધી હતી અને ઉત્પાદન ક્ષેત્રની વિકસતી માંગને પહોંચી વળવા નવીનતા અને કૌશલ્ય વિકાસના મહત્વ પર ભાર મૂક્યો હતો.

આ પ્રસંગના મુખ્ય વક્તા ડૉ. રાજુલ કે. ગજ્જર, માનનીય વાઈસ ચાન્સેલર, GTU એ ઉત્પાદન પ્રક્રિયાઓમાં ક્રાંતિ લાવવામાં AI ની પરિવર્તનક્ષમ સંભાવનાઓ અને ઔદ્યોગિક નવીનતામાં આગેવાની કરવા સક્ષમ કુશળ કર્મચારીગણ ની જરૂરિયાત પર ખાસ ધ્યાન દોર્યું હતું. સુશ્રી. સલોની સિંઘલ, સિનિયર પ્રોગ્રામ મેનેજર, એશિયા પેસિફિક અને જાપાને વિવિધ ક્ષેત્ર માં સફળતા માટે ઇન્ટેલ ડિજિટલ રેડીનેસ, શૈક્ષણિક સંસ્થાઓને જરૂરી સાધનો અને AIનો અસરકારક રીતે લાભ ઉઠાવવા વિવિધ સહભાગીઓને તાલીમ પુરી પાડી તેઓને સક્ષમ બનાવવા માટે ઇન્ટેલની વૈશ્વિક પહેલ વિશે ખાસ વાત કરી હતી.

આ ઇવેન્ટમાં ફેકલ્ટી ડેવલપમેન્ટ માટે બે ટેકનિકલ સત્રો નો સમાવેશ થતો હતો. જે સેશન અન્વયે “ઓરેન્જ ડેટા માઇનિંગ ટૂલ સાથે અનલોકિંગ ડેટા ઇનસાઇટ્સ: ડિમાન્ડ ફોર કાસ્ટિંગ” ડેટા આધારિત નિર્ણય લેવા પર ધ્યાન કેન્દ્રિત કરતુ હતું જ્યારે “ટીચેબલ મશીન અને પાયથોન સાથે વિસંગતતા શોધ” એ AIના યોગ્ય ઉપયોગ બાબતે અનુભવ પ્રદાન કરવા કેન્દ્રિત થયેલ. પ્રસ્તુત સત્ર, GCCI સભ્યો માટે એક ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેશન સત્ર પૂરું પાડી ભાગીદારી અને સહયોગને પ્રોત્સાહન કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરતુ હતું.

કાર્યક્રમમાં ફેકલ્ટી સભ્યોની સક્રિય ભાગીદારી અને યોગદાની નોંધ લઇ તેઓને પ્રમાણપત્ર અર્પણ કરવાના “સન્માન સમારોહ” સાથે સમગ્ર સત્રનું સમાપન થયું હતું. જીટીયુ સ્કીલ્સ, જીટીયુના સલાહકાર શ્રી સુનીલ ગંગવાણી દ્વારા આભારવિધિ બાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.