મસ્ક ઇન્ડિયન ગ્લોબલ આઉટરીચ ગ્રુપને મળ્યાં
વોશિંગ્ટન, અમેરિકામાં નવનિર્વાચિત પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સલાહકાર અને વિશ્વના સૌથી ધનિક ઇલોન મસ્ક શુક્રવારે ટેક્સાસમાં સ્પેસએક્સના સ્ટારબેઝ સેન્ટર ખાતે ઇન્ડિયન ગ્લોબલ આઉટરીચ ગ્રુપના પ્રતિનિમંડળને મળ્યાં હતાં. આ ગ્રુપમાં ભારતીય ઉદ્યોગપતિઓ, લેખકો અને બિઝનેસ લીડર્સનો સમાવેશ થાય છે.
મસ્કે ગ્રુપના સભ્યો સાથે ગ્રૂપ ફોટો પડાવ્યો હતો અને એક કલાક સુધી વાતચીત કરી હતી. આ પ્રતિનિધિમંડળ સાથે મસ્કે ઉત્સાહપૂર્વક અને અર્થપૂર્ણ વાતચીત કરી હતી. આ મુલાકાતનું વિશેષ મહત્ત્વ છે કે કારણ કે અમેરિકામાં ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા પછી મસ્ક એક મહત્ત્વના વ્યક્તિ બન્યાં છે.
ટ્રમ્પ સરકારનની વિદેશ સહિતની નીતિઓમાં મસ્કનો પ્રભાવ રહેવાની ધારણા છે. મસ્ક સાથેની મુલાકાત પછી આ ગ્રુપના સ્થાપક મનોજ લાડવાએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે વિશ્વની સૌથી શક્તિશાળી દેશમાં ટ્રમ્પ પ્રેસિડન્ટ બની રહ્યાં છે ત્યારે આ પડકારજનક સમયમાં અર્થપૂર્ણ સંવાદ પહેલા કરતા વધુ મહત્વપૂર્ણ છે.
ઇલોન મસ્ક સાથેની વાતચીતનું નેતૃત્વ કરીને આનંદ થયો કે જેમનું ગ્રાઉન્ડબ્રેકિંગ કાર્ય આપણા સામૂહિક ભવિષ્યને આકાર આપી રહ્યું છે. તેઓ માને છે કે ભારત-યુએસ સંબંધો “સકારાત્મક વલણમાં” છે અને તેઓ બંને રાષ્ટ્રો વચ્ચે વેપાર ક્ષેત્રે વધુ ભાગીદારીની તરફેણ કરે છે.
મસ્કે બન્ને દેશો વચ્ચે ખાસ કરીને ટેન્કોલોજી અને અવકાશ સંશોધન ક્ષેત્રોમાં ઊંડા સહયોગની સંભાવના પર ભાર મૂક્યો હતો.જાણીતા લેખક અમીશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ઇલોન મસ્ક સાથે વિતાવેલો કલાક ખૂબ જ ઉત્સાહપૂર્વક હતો. અમે આધ્યાત્મિકતા, ચેતના, આંતરગ્રહીય મુસાફરી, નાણા નીતિ, એન્જિનિયરિંગ વગેરે જેવા ઘણા વિષયો પર ચર્ચા કરી હતી.
મહાકુંભ મેળા માટે આમંત્રણ પણ આપ્યું. મસ્ક આવશે તેવી આશા છે. આ પોસ્ટની સાથે તેમણે મસ્ક અને ગ્રુપા સભ્યો સાથેનો ગ્રુપ ફોટો પણ શેર કર્યાે હતો.SS1MS