ભીમપુરા ગામની નર્મદા નીગમની કેનાલમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આમોદ તાલુકામાં આવેલા ભીમપુરા ગામે નર્મદા નિગમની કેનાલમાં મસમોટું ગાબડું પડતાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.તેમજ બિનજરૂરી પાણી ખેતરોનમાં ઘુસી જતા ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.જેથી વહેલી તકે કેનાલનું રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આમોદ તાલુકના ભીમપુરા ગામ પાસે નર્મદા નિગમની નહેરોમાં ઠેર ઠેર પડેલા તોતિંગ ગાબડાઓ અંદાજિત બે મહિના પહેલા જ નર્મદા નહેર નિગમના કોન્ટ્રાકટર દ્વારા સમારકામ કરવામાં આવ્યું હતુ.
પરંતુ જ્યાં ગાબડું પડ્યું છે એ જ જગ્યા પર તકલાદી મટીરીયલથી સમારકામ થતાં વારંવાર નહેર તૂટી જાય છે.નહેર તૂટવાને કારણે ખેતરોમાં પાણી ભરાઇ જતાં ખેડુતો ચિંતિત બન્યા હતા.