ત્રણ કલાકના વિલંબ બાદ ઇઝરાયલ અને હમાસનું યુદ્ધવિરામ અમલી
દીર અલ-બલાહ, ઇઝરાયેલ-હમાસ યુદ્ધવિરામના અમલની આડે આવી રહેલી સમસ્યા હવે ઉકેલાઈ ગઈ છે. ત્રણ કલાકના વિલંબ બાદ હમાસે ત્રણ બંધકોના નામ ઇઝરાયલને સોંપ્યાં છે. આ સાથે ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામ કરાર અમલમાં આવી ગયો છે.
બન્ને પક્ષોથી બંધકોની આપલે શરૂ થઇ ગઇ છે. ઇઝરાયેલે કરારના અમલીકરણમાં વિલંબ માટે હમાસને જવાબદાર ઠેરવ્યું છે.ઇઝરાયેલે જણાવ્યું હતું કે યુદ્ધવિરામ કરાર સવારે ૧૧ઃ૧૫ વાગ્યાથી (સ્થાનિક સમય) અમલમાં આવ્યો હતો. તે જ સમયે, ગાઝામાં ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં આઠ લોકોનાં મોત થયાં હતાં.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છ અઠવાડિયા લાંબા યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો રવિવારે સવારે ૮.૩૦ વાગ્યે અમલમાં આવવાનો હતો. કરાર અમલમાં આવે તે પહેલાં, ઇઝરાયેલે કહ્યું હતું કે જ્યાં સુધી હમાસ મુક્ત કરાનારા બંધકોના નામ નહીં સોંપે ત્યાં સુધી યુદ્ધવિરામ શરૂ થશે નહીં. દરમિયાનમાં, હમાસે કહ્યું હતું કે ટેકનિકલ કારણોસર નામો આપવામાં વિલંબ થયો હતો. તે યુદ્ધવિરામ કરાર પ્રત્યે પ્રતિબદ્ધ છે.
બે કલાક પછી, હમાસ દ્વારા ત્રણ બંધકોના નામ ઇઝરાયલને સોંપવામાં આવ્યાં છે. તેમાં ત્રણ મહિલાઓના નામનો સમાવેશ થાય છે. ૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ તેમને બંધક બનાવવામાં આવ્યા હતા.બીજી તરફ, હમાસ તરફથી નામો પ્રાપ્ત થવામાં વિલંબ વચ્ચે ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલા કર્યા હતા જમાં આઠ લોકોના મોત થયા હતા.
દક્ષિણ ગાઝા શહેરના ખાન યુનિસમાં નાસેર હોસ્પિટલે હુમલામાં મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે. ઇઝરાયેલે કહ્યું હતું કે હમાસે મુક્ત કરાનારા બંધકોના નામ જાહેર ન કરીને યુદ્ધવિરામની મોડી શરૂઆત કરી છે. કરારની શરતો મુજબ, હમાસ પ્રથમ તબક્કામાં ૩૩ બંધકોને મુક્ત કરશે અને બદલામાં ઇઝરાયેલ ૭૦૦ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે.
આ કરાર સાથે, સૌથી ઘાતક અને વિનાશક સંઘર્ષને સમાપ્ત કરવાની દિશામાં બંને પક્ષોએ પહેલું ડગ માંડ્યું છે.ગાઝામાં યુદ્ધવિરામ કરાર પહેલા ઇઝરાયેલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ હમાસને ચેતવણી આપતાં કહ્યું હતું કે ઇઝરાયેલને ફરી યુદ્ધ શરૂ કરવાનો અધિકાર રહેશે.
નેતન્યાહૂએ કહ્યું હતું કે ઇઝરાયેલ કરારના કોઈપણ ઉલ્લંઘનને સાંખી લેશે નહીં અને તેના માટે હમાસ જવાબદાર રહેશે. જો જરૂર પડશે તો, ઇઝરાયેલ અમેરિકાના સમર્થનથી પુનઃ યુદ્ધ શરૂ કરી શકે છે. અમે ઇચ્છીએ છીએ કે બધા બંધકોને પહેલા ઇઝરાયેલ પાછા લાવવામાં આવે.
ગાઝા યુદ્ધવિરામ લાગુ થયાના કેટલાક કલાક પછી હમાસે ઈઝરાયેલન ત્રણ બંધકોને રેડક્રોસને સોંપી દીધા છે, તેમ ઈઝરાયેલના સરકારી મીડિયાએ જણાવ્યું છે. આ સમજૂતિ અંતર્ગત ડઝનો બંધકોને મુક્ત કરવામાં આવે તેવી આશા છે. આ પહેલા, ઈઝરાયેલના અધિકારીઓએ સાંજે કબજાયુક્ત વેસ્ટ બેંકમાં ઓફર જેલમાં કેદ પેલેસ્ટાઈનના કેદીઓને પણ ટ્રાન્સફર કરવાનું શરુ કર્યું છે.SS1MS