૩ આંતકીઓ ઠાર પાકિસ્તાનમાં ચાલતા આંતકી અડ્ડાઓ બંધ કરવા અમેરીકાની ચેતવણી
જમ્મુ: જમ્મુ-કાશ્મીરના શોપિયામા ભારતીય જવાનો તથા હીઝબુલના આંતકીઓ વચ્ચે થયેલ અથડામણમાં ૩ આંતકીઓને ઠાર માર્યા હોવાનું જાણવા મળે છે. દરમ્યાનમાં સીઆરપીએફના કેન્દ્ર પર આંતકીઓ દ્વારા ગ્રેનેડથી હુમલો કરાતા સુરક્ષાદળના જવાનો એલર્ટ થયા છે. અમેરીકાના પ્રેસીડેન્ટે પાકિસ્તાનને ચીમકી આપી છે કે જા પાકિસ્તાનમાં આંતકીઓના અડ્ડાઓ બંધ કરે નહીંતર અમેરિકા કડક પગલા ભરશે.