Western Times News

Gujarati News

RBIની નવી ગાઈડલાઈનથી કરોડો યૂઝર્સ સાથે ફ્રોડ થતાં બચી જશેઃ ફેક કોલ બંધ થશે

બેંકોએ ગ્રાહકોને ટ્રાન્ઝેક્શન સંબંધિત કોલ કરવા માટે ફક્ત ૧૬૦૦ થી શરૂ થતી શ્રેણીનો ઉપયોગ કરવો પડશે.

(એજન્સી)નવી દિલ્હી, આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઓનલાઈન છેતરપિંડી અને સાઈબર ગુનાઓને રોકવા માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જેથી લોકો ફેક નંબરો પરથી આવતા કોલને ઓળખી શકે. રિઝર્વ બેંકે માર્કેટિંગ અને બેંકિંગ માટે બે નવી શ્રેણીના કોલની જાહેરાત કરી છે.

આ બે નંબરો પરથી જ મોબાઈલ નંબર પર માર્કેટિંગ અને બેંકિંગ કોલ આવશે. આ બે સીરીઝ સિવાય અન્ય કોઈપણ નંબર પરથી આવતા કોલ ફેક હશે. આરબીઆઈએ તેની માર્ગદર્શિકામાં કહ્યું છે કે બેંકોએ ગ્રાહકોને ટ્રાન્ઝેક્શન સંબંધિત કોલ કરવા માટે ફક્ત ૧૬૦૦ થી શરૂ થતી શ્રેણીનો ઉપયોગ કરવો પડશે.

બેંકો ગ્રાહકોને કાલ કરવા માટે આ શ્રેણી સિવાયની કોઈપણ નંબર શ્રેણીનો ઉપયોગ કરી શકશે નહીં. આ સિવાય હોમ લોન, પર્સનલ લોન, કાર લોન, ક્રેડિટ કાર્ડ, ઇન્શ્યોરન્સ, ટર્મ ડિપોઝિટ જેવી સેવાઓ માટે બેંક દ્વારા પ્રમોશનલ કોલ કરવામાં આવે છે.

બેંકો આ સેવાઓ માટે ગ્રાહકોને માત્ર ૧૪૦ થી શરૂ થતી સિરીઝમાં જ પ્રમોશનલ કોલ કરી શકે છે. આ માટે, બેંકો અને સેવાઓનો પ્રચાર કરતી કંપનીઓએ ટેલિકોમ ઓપરેટરો સાથે વ્હાઇટલિસ્ટમાં પોતાને રજીસ્ટર કરાવવું પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.