હોટલના પાર્કિગમાં આઈસર ટ્રકમાં જુગાર રમતા ૧૭ ઈસમો ઝડપાયા
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) માતરના સંધાણા પાસે એક હોટલના ર્પાકિંગમાં પાર્ક કરેલ આઈસર ટ્રકમાં ચાલી રહેલ જુગારના અડ્ડા પર ખેડા એલસીબી પોલીસે દરોડો પાડી ૧૭ જુગારીયાઓને રંગેહાથે ઝડપી લીધા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા, મોબાઇલ ફોન સહિત આઈસર ટ્રક મળી કુલ રૂપિયા ૪ લાખ ૫૧ હજાર ૪૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ અગે મળતી માહિતી મુજબ ખેડા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસના માણસોએ ગતરાત્રે માતર પોલીસ સ્ટેશનના હદમાં આવતા સંધાણા ગામે દરોડો પાડ્યો હતો. આ ગામની સીમમાં એક હોટલના કંપાઉન્ડમાં પાર્ક કરેલ આઈસર ટ્રક નં. ય્ત્ન ૨૭ ફ ૭૭૫૪માં તલાસી લેતાં આ આઈસરના પાછળના ભાગે ૧૭ ઈસમો જુગાર રમી રહ્યા હતા. પોલીસે આ તમામ ઈસમોને કોર્ડન કરી મુદ્દામાલ સાથે નડિયાદ એલસીબી કચેરીમાં લાવવામાં આવ્યા હતા.
પુછપરછમાં આ તમામ ઈસમોએ પોતાના નામ સોહેલખાન ઉર્ફે મુરઘી ઇનાયતખાન પઠાણ, જુનેદમીયા અલાઉદ્દીનમિયા મલેક, યાસીનખાન ઉર્ફે નાગીન મહેબુબખાન પઠાણ, શાહિદખાન અસદખાન પઠાણ, આશિકબેગ નાસીરબેગ મિર્ઝા, સલમાનખાન ઉર્ફે ભોલુ સબીરખાન પઠાણ, સાજીદ અલ્લુભાઇ ચૌહાણ, શાહરુખખાન સબીરખાન પઠાણ, વાજીદખાન ઈબાદખાન પઠાણ, જાવેદખાન અકમરખાન પઠાણ,
નદીમખાન ઉર્ફે નદુ મૂર્તુજાખાન પઠાણ, વાજીદખાન સાજીદખાન પઠાણ, અરબાઝખાન નાસીરખાન પઠાણ, મદુસર મુર્તુજાખાન પઠાણ, ફરહાનખાન નવાબખાન પઠાણ, સાહિલખાન સમીરખાન પઠાણ અને આફતાબખાન દોલતખાન પઠાણ (તમામ રહે.બાકરોલ, જિ.આણંદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સાથે ૧૧ નંગ મોબાઇલ ફોન તેમજ આઈસર ટ્રક મળી કુલ રૂપિયા ૪,૫૧૪૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.