ઈઝરાયેલે યુદ્ધવિરામની જાહેરાત બાદ પેલેસ્ટાઈનના ૯૦ કેદીઓ મુક્ત કર્યા
નવી દિલ્હી, ઈઝરાયેલ-હમાસ વચ્ચેના લોહિયાળ સંઘર્ષ પછી શાંતિનો સંદેશ પ્રસરી રહ્યો છે. ગાઝામાં હમાસની કેદમાંથી ઈઝરાયેલના ત્રણ બંધકો મુક્ત કર્યાના કલાકોમાં જ સોમવારે ઈઝરાયેલે પેલેસ્ટાઈનના ૯૦ કેદીઓ અને અટકાયત કરાયેલા લોકોને મુક્ત કરી દીધા છે.
ઈઝરાયેલ અને હમાસની વચ્ચે ગાઝા યુદ્ધ વિરામની પ્રથમ ચરણના ભાગરૂપે કરાયેલી સમજૂતિ અંતર્ગત હમાસ આગામી છ સપ્તાહમાં પેલેસ્ટાઈનના ક્ષેત્રમાં બંધક બનાવેલા ઈઝરાયેલના ૩૩ નાગરિકોને ધીમે-ધીમે છોડશે, તેના બદલામાં ઈઝરાયેલ પશ્ચિમ તટ અને ગાઝામાંથી લગભગ ૨૦૦૦ કેદીઓ અને અટકાયત કરાયેલા લોકોને મુક્ત કરશે.
પેલેસ્ટાઈનના આ કેદીઓને લઈને એક સફેદ બસ ઈઝરાયેલની ઓફર જેલમાંથી બહાર નીકળી, જે પશ્ચિમી તટના શહેર રામલ્લાહની બરાબર બહાર છે, આ દરમિયાન આકાશમાં આતીશબાજી થઈ હતી. બસોમાં પેલેસ્ટાઈનના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા, સૂત્રોચ્ચાર કર્યા અને જય-જયકારના નારા લગાવ્યા હતા.
પેલેસ્ટાઈન ઓથોરિટીના કેદીઓના મામલાના આયોગ દ્વારા અપાયેલી યાદી અનુસાર ઈઝરાયેલે મુક્ત કરેલા તમામ લોકોમાં મહિલાઓ અને સગીરો હતા.
ઈઝરાયેલે પેલેસ્ટાઈનના આ તમામ લોકોને દેશની સુરક્ષા સંબંધિત ગુનાઓ, પથ્થર ફેંકવાથી લઈને હત્યાના પ્રયાસો જેવા ગંભીર આક્ષેપો હેઠળ અટકાયત કરી હતી. વેસ્ટ બેંક પર કબજો કરનારી ઈઝરાયેલની સેનાએ પેલેસ્ટાઈનના લોકોને કોઈ પ્રકારના સાર્વજનિક ઉત્સવ કે આતીશબાજી કરવાની સામે વારંવાર ચેતવણી આપી છે.
આ તમામને અડધી રાત્રે ઈઝરાયેલે મુક્ત કર્યા, તેને લઈને પેલેસ્ટાઈનના લોકોએ ટીકા કરીને કહ્યું કે આ માહોલ ખરાબ કરવા અને કેદીઓને ઘરે પરત લઈ જવા માટે ભીડને રોકવાનો પ્રયાસ છે.
મુક્ત કરાયેલા પેલેસ્ટાઈનના કેદીઓમાં સૌથી મુખ્ય ૬૨ વર્ષીય ખાલિદા જર્રાર છે, જે પેલેસ્ટાઈનની મુક્તિ માટે લોકપ્રિય સંગઠન પીએફએલપીના મુખ્ય સભ્ય છે, જે એક બિનસાંપ્રયાદિક ડાબેરી જૂથ છે, જે ૧૯૭૦ના દાયકામાં ઈઝરાયેલની વિરુદ્ધ અપહરણ અને અન્ય હુમલાઓમાં સામેલ હતું. પરંતુ તાજેતરના વર્ષાેમાં આ સંગઠને ઉગ્રવાદી ગતિવિધિઓ ઓછી કરી દીધી છે.SS1MS