કપડવંજ તાલુકાના દંતાલી પ્રા.શાળા ખાતે પ્રાન્ત કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
કપડવંજ તાલુકાનો પ્રાન્ત કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ તાજેતરમાં દંતાલી પ્રા.શાળામાં યોજવામાં આવેલ હતો. સરકારે લોકોના કાર્ય ઝડપથી થાય તે માટે સેવાસેતુ કાર્યક્રમ શરૂ કર્યા છે.કપડવંજ તાલુકાના દંતાલી ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ દંતાલી પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો.
જેમાં મા અમૃતમ કાર્ડ,આધાર કાર્ડ,જાતિ પ્રમાણપત્ર કઢાવવા જેવી વિવિધ કામગીરી કરવામાં આવી હતી.આ સેવાસેતુ કાર્યક્રમમાં વિધવા સહાય યોજના ની કામગીરી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં કપડવંજ મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી પુરવઠા મામલતદાર શ્રી આસી ટી.ડી.ઓ પશુપાલન વિભાગ કૃષિ વિભાગ આરોગ્ય શાખા બેન્કના અધિકારીઓ તલાટી કમ મંત્રી ગ્રામસેવક તાલુકા પંચાયત એ.ટી.વી.ટી.વિભાગ ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તદ ઉપરાંત ગામ ના સરપંચ ગ્રામ પંચાયત ના સદસ્યો અને આંગણવાડી વિભાગ આમ સર્વે ઉપસ્થિત રહ્યા હતા