Western Times News

Gujarati News

ઓસ્કાર ૨૦૨૫ યોજાશે જ: એકેડેમીની સ્પષ્ટતા

મુંબઈ, અમેરિકાના કેલિફોર્નિયા અને લોસ એન્જલસના જંગલોમાં વિકરાળ આગ લાગી હતી. કરોડોનું નુકસાન થયું હતું અને આ વિસ્તારની આસપાસ રહેતી ઘણી હોલિવૂડ હસ્તીઓએ પોતાના ઘર છોડીને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

તેથી ઘણા લોકો એવી ચર્ચા કરી રહ્યા હતા અને અંદાજ લગાવી રહ્યા હતા કે આ વર્ષે ઓસ્કાર એવોડ્‌ર્ઝ યોજાશે નહીં. એવા કેટલાંક અહેવાલો પણ પ્રકાશિત થઈ રહ્યા હતા. પરંતુ એકેડેમી દ્વારા આ અહેવાલોને ફગાવી દઇને અફવા ગણાવવામાં આવ્યા છે. તેમણે ખાતરી આપી છે કે એવોર્ડ ચોક્કસ યોજાશે.

બ્રિટિશ અખબારોના અહેવાલ મુજબ, “ઓસ્કાર એવોર્ડ સેરેમની ૯૬ વર્ષમાં પહેલી વખત રદ્દ થવાના આરે છે એકેડેમી એવોર્ડની અધિકૃત સમિતિ દરરોજ સ્થિતિનો અભ્યાસ કરે છે, જેમાં ટોમ હેન્ક્સ, એમા સ્ટોન, મેરિલ સ્ટ્રીપ અને સ્ટીવન સ્પિલબર્ગ સહિતના કલાકારો સામેલ છે.”પરંતુ હવે ધ હોલિવૂડ રિપોર્ટરના અહેવાલના આધારે કહેવાયું છે, “આવું કોઈ આયોજન નથી અને આવી કોઈ સમિતિ અસ્તિત્વમાં જ નથી. હજુ ઓસ્કાર એવોર્ડના સમારોહને ૪૭ દિવસનો સમય છે.

તેથી હજુ સુધી તો તારીખમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી. હા, એવોર્ડના નોમિનેશન્સ માટેની સમયમર્યાદા ચોક્કસ લંબાવવામાં આવી છે. ૨૩ જાન્યુઆરીએ નોમિનેશન્સની જાહેરાત કરવામાં આવશે.”અમેરિકાની એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ, આટ્‌ર્સ એન્ડ સાયન્સીસ દ્વારા ઓસ્કાર એવોર્ડ આપવામાં આવે છે.

લોસ એન્જલસની આગમાં મેન્ડી મુરે, પેરિસ હિલ્ટન જેવા કલાકારોના ઘર બળીને ખાખ થઈ ગયા છે. ૨૫ વ્યક્તિઓના મૃત્યુ થયા છે, આ આંકડા હજુ વધી શકે છે કારણ કે હજુ પણ રાહત અને બચાવ કામગિરી ચાલુ જ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.