Western Times News

Gujarati News

PNC-KKRની રૂપિયા 9,000 કરોડની ડીલ: 8 એસેટ્સ માટે NHAIની મંજૂરી મળી

ડીલ લગભગ પૂરી31મી માર્ચ 2025 સુધીમાં સંપૂર્ણ પૂરી થવાના માર્ગે

  • પીએનસી ઈન્ફ્રાટેકને બુંદેલખંડ અને ખજુરાહો ધોરીમાર્ગ પ્રોજેક્ટ નામની વધુ બે એસેટ્સ માટે એનએચએઆઈ પાસેથી સૈદ્ધાંતિક મંજૂરી મળી છે
  • અત્યાર સુધીમાં એનએચએઆઈએ આઠ જેટલી હાઈવે એસેટ્સમાં હિસ્સેદારી વેચાણ માટે મંજૂરી આપી છે

 ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની પીએનસી ઈન્ફ્રાટેકને બુંદેલખંડ અને ખજુરાહો રોડ પ્રોજેક્ટ્સ માટે બે પેટાકંપનીઓ (એસપીવી)માં રહેલો તેનો 100 ટકા હિસ્સો કેકેઆર સમર્થિત હાઈવેઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટને ટ્રાન્સફર કરવા એનએચએઆઈ તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. PNC-KKR Rs 9,000 Cr Deal: Approval for 8 Assets Received from NHAI, Two more by January End.

આ સાથે પીએનસી-કેકેઆર વચ્ચેની આ સમજૂતી 31મી માર્ચ 2025 સુધીમાં પૂરી કરવાના માર્ગે છે ત્યારે પીએનસી ઈન્ફ્રાટેક આ ટ્રાન્ઝેક્શન માટે કન્ડિશન્સ પ્રેસિડેન્ટ્સ (સીપી)ને પૂરી કરવાની પ્રક્રિયા ધરાવે છે. આ ડીલ અંતર્ગત એક મહત્વની સીપીમાં હાઇ-વે અથોરીટિઝ તરફથી નિયંત્રણ સંબંધિત મંજૂરીમાં તથા પ્રોજેક્ટોને ધિરાણકર્તા તરફથી નો ઓબ્જેક્શન સર્ટીફિકેટ પ્રાપ્ત થવાનો સમાવેશ થાય છે.

પીએનસીને હવે 8 જેટલી એસેટ્સના નિયંત્રણમાં ફેરફાર માટે એનએચએઆઈ પાસેથી મંજૂરી પ્રાપ્ત થઈ ગઈ છે, અને વધુ 2 એસેટ્સ માટેની મંજૂરી જાન્યુઆરી,2025 સુધીમાં જ મળી જાય તેવી શક્યતા છે, આ માટે લગભગ તમામ ધિરાણકર્તાઓ પાસેથી મંજૂરી મળી ચુકી છે.

નવેમ્બર અને જાન્યુઆરી દરમિયાન શેરબજારને આપવામાં આવેલી માહિતી પ્રમાણે 20મી જાન્યુઆરી સુધીમાં પીએનસીએ નીચે દર્શાવેલ આઠ હાઈવેઝ એસેટ્સ માટે મંજૂરી મેળવી લીધી છે:

# Date Approval
1 November 20, 2024 ·         PNC Bithur Kanpur Highways Private Limited

·         PNC Gomti Highways Private Limited

·         PNC Aligarh Highways Private Limited

2 December 14, 2024 ·         PNC TriveniSangam Highways Private Limited
3 December 27, 2024 ·         PNC Chitradurga Highways Private Limited
4 December 31, 2024 ·         PNC Rajasthan Highways Private Limited
5 January 16, 2025 ·         PNC Bundelkhand Highways Private Limited

·         PNC Khajuraho Highways Private Limited

કંપની વર્તમાન નાણાકીય વર્ષના અંત ભાગ સુધીમાં 12 એસેટ્સ પૈકી 10 એસેટ્સ માટેની ડીલ પૂરી કરી લેવા માટે સક્ષમ બનશે, જે સમજૂતીના કુલ મૂલ્યના 85 ટકાથી બનેલ છે. બાકીની 2 એસેટ્સ માટેની ડીલ પણ નાણાકીય વર્ષ 2026ના પ્રથમ છ મહિનાના ગાળામાં પૂરી કરી લેવામાં આવશે.

આ સેક્ટર માટે ભારત સરકાર દ્વારા જે રૂપરેખા તૈયાર કરવામાં આવેલી છે તે માટેના મહત્વકાંક્ષી વૃદ્ધિના દ્રષ્ટિકોણને વેગ આપવા ઓપરેટિંગ રોડ એસેટ્સમાં મૂડીગત રોકાણના રિસાઈકલિંગ માટે કંપની જે વ્યૂહત્મક ઉદ્દેશ ધરાવે છે તેની સાથે આ હિસ્સેદારી વેચાણ જોડાયેલ છે.

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડ અને પીએનસી ઈન્ફ્રા હોલ્ડિંગ્સ લિમિટેડે કેકેઆર-સમર્થિક હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ (એચઆઈટી) સાથે 15મી જાન્યુઆરી,2024ના રોજ ડેફિનિટીવ એગ્રિમેન્ટને અમલી બનાવ્યા હતા. તેમાં પીએનસીની 12 રોડ એસેટ્સના વેચાણનો સમાવેશ થતો હતો, જેમાં 11 નેશનલ હાઈવે (એનએચ) હાઈબ્રિડ એન્યુઈટી મોડ (એચએએમ) એસેટ્સ તથા 1 સ્ટેટ હાઈવે બીઓટી ટોલ એસેટથી બનેલ છે અને તે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કર્ણાટક તથા રાજસ્થાન જેવા રાજ્યોમાં આશરે 3,800 લેન કિમી ધરાવે છે.

12 એસેટ્સ માટેના આ ટ્રાન્ઝેશન રૂપિયા 9,005.7 કરોડના એન્ટરપ્રાઈઝ વેલ્યૂની સૂચિત જવાબદારી ધરાવે છે અને ધોરીમાર્ગોના ક્ષેત્રમાં સૌથી મોટા હસ્તાંતરણો પૈકી એક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.