Western Times News

Gujarati News

છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પણ GPSC પરીક્ષા માટે અરજી કરી શકશે

ગાંધીનગર, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન હસમુખ પટેલે આજે ઉમેદવારો માટે મહત્વની જાહેરાતો કરી છે. જીપીએસસીની ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે કોલેજ કે સમકક્ષ સંસ્થાના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારોને તક મળશે. બોર્ડની મિટિંગમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્રારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન ઉમેદવારો તેમજ પરીક્ષકોને સરળતા રહે તે માટે મહત્ત્વના ત્રણ નિર્ણય લીધા આ નિર્ણયો વિશે ખુદ આયોગના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરી માહિતી આપી છે. પ્રથમ નિર્ણય એ છે કે અનુભવ જરી ન હોય તેવી ભરતીમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી વિધાર્થિનીઓ અરજી કરી શકશે.

છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પણ અરજી કરી શકે તેવી ગઈકાલની રજૂઆતને પગલે અનુભવ સિવાયની તમામ ભરતીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો અરજી કરી શકે તથા કેટેગરીનું પ્રમાણપત્ર ન હોય તેવા લોકો પણ કેટેગરી માં અરજી કરી શકે તેવો નિર્ણય આજે આયોગ લીધેલ જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે મીડિયા સંબોધનમાં મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, અનુભવની જરૂર ન હોય તેવી ભરતીમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારોને તક મળશે.

લેક્ચરર ફિઝીયોથેરાપીની ચાલુ ભરતીમાં રજૂઆત બાદ નિર્ણય લેવાયો છે. છેલ્લા વર્ષની વિદ્યાર્થીનીઓએ રજૂઆત કરી હતી કે તેમને તક આપવામાં આવે. ફિઝીયોથેરાપીની અંતિમ વર્ષની વિદ્યાર્થીનીઓને પણ તક આપવાનો નિર્ણય લેવાયો છે. આયોગની ભરતીમાં અનુભવની જરૂર ન હોય તો કોલેજમાં અંતિમ પરિક્ષામાં અભ્યાસ કરતા ઉમેદવારોને પરીક્ષા આપવાની તક મળશે.

આ સાથે જ તજજ્ઞોની ફી બમણી કરવાનો નિર્ણય પણ લેવાયો છે. જીપીએસસીમાં પેપર સેટ કરતા તજજ્ઞોની ફી બમણી કરવામાં આવશે. પરીક્ષાની દ્રષ્ટીએ ઉમેદવારોના ફાયદાની સાથે પરીક્ષકના મહેનતાણામાં વધારો કરવાની જાહેરાત કરી છે. જેમાં તેમણે આયોગમાં પરીક્ષા આપવા આવનારા ઉમેદવારો ભૂખ્યા ન રહે તે બાબતનું ધ્યાન રાખીને મહત્વની જાહેરાત કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આસિસ્ટન્ટ મેનેજર અનિલ અને નાગરિક પુરવઠાની ભરતી પરીક્ષામાં આન્સર કીમાં ભૂલો જણાઈ છે. આસિસ્ટન્ટ મેનેજરની ભરતી સંદર્ભે ઓબ્જેક્શન સિસ્ટમ હાલ હોલ્ડ પર મૂકાઈ છે. આસિસ્ટન્ટ મેનેજરની ભરતીની પરીક્ષામાં ઓબ્જેક્શન સિસ્ટમ હાલ લાગુ કરવામાં નહીં આવે. તજજ્ઞો પર આધાર રાખવાના કારણે આ ભૂલ થઈ છે.

તજજ્ઞનો ઉપયોગ કરવાની નથી તેવો નિર્ણય કર્યો છે. નવી આન્સર કી મુકવાનો નિર્ણય કર્યો છે, અને આ માટે તજજ્ઞને સમય આપ્યો છે. ખરાઈ કરીને ઝડપથી નવી આન્સર કી મુકવામાં આવશે. ઓબ્જેક્શન માટે ફી બાબતે નો નિર્ણય યથાવત રહેશે. ઓબ્જેક્શન માટે ફી લેવામાં આવશે તેના પર અમે નિર્ણય યથાવત રાખ્યો છે. લાયકાતવાળા વિદ્યાર્થીઓને નુકશાન ન જાય તે માટે નિર્ણય કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.