Western Times News

Gujarati News

ચેનપુર અંડરપાસ શરૂ થતાં 1.50 લાખ વાહન ચાલકોને ફાયદો થશેઃ સમય-પેટ્રોલ બચશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ર૩મીએ લોકાર્પણ કરશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ-બોટાદ રેલવે લાઈન લેવલ ક્રોસીંગ નં-ર (ચેનપુર) પર અંડરપાસ બનાવવામાં આવ્યો છે જેનો લાભ દોઢ લાખથી વધુ વાહન ચાલકોને મળશે આ અંડરપાસનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરનાં ઉ.પ.ઝોન તથા ૫.ઝોનમાં પસાર થતી અમદાવાદ-બોટાદ રેલ્વે લાઈન પર રેલ્વે વિભાગ દ્વારા કરવામાં આવેલ ગેજ કન્વર્ઝન હેઠળ તેમજ ફાટક મુક્ત કોસીંગ અભિયાન અંતર્ગત રેલ્વે લાઇન લેવલ ક્રોસીંગ નં-૦૨ (ચેનપુર) પર અન્ડરપાસનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

જેમાં રેલ્વે પોર્શન માં બોક્ષ ની કામગીરી રેલ્વે વિભાગ દ્વારા અને બંને બાજુ એપ્રોચ પોર્શન ની કામગીરી અ. મ્યુ. કોર્પો. દ્વારા કરવામાં આવી છે. આ અન્ડરપાસ માટે અંદાજીત કુલ રકમ રૂ. ૧૨.૫૦ કરોડ ના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ છે.

સદર અન્ડરપાસનાં કારણે ચેનપુર થી એસ.જી હાઈવે સુધીના વિસ્તાર ને કનેક્ટીવીટી મળશે. તેમજ જગતપુર, રાણીપ, ન્યુરાણીપ, વંદેમાતરમ વિસ્તારમાં વસતા લોકો, વાણીજ્ય એકમો તેમજ સ્કુલ તેમજ એસ.જી હાઈવે તરફ અવર જવર કરતાં રાહદારીઓ મળી આશરે ૧,૫૦,૦૦૦ થી વધુ વાહનયાકલો લાભ મળશે  તેમજ રેલ્વે ક્રોસીંગને લીધે થતી ટ્રાફિકની સમસ્યા, સમયનો બગાડ, ઈંધણ તથા પ્રદુષણની સમસ્યાનો હલ આવશે.

એડીશનલ સીટી ઈજનેર હરપાલસિંહ ઝાલાના જણાવ્યા મુજબ મ્યુનિ. કોર્પોરેશનના ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ ઝોનમાં ક્રોસીંગ નં.-ર પર રૂ.૧ર.પ૦ કરોડના ખર્ચથી અંડરપાસ તૈયાર કરવામાં આવ્યો છે. આ અંડરપાસની લંબાઈ ર૬ર.૭૩ મીટર રહેશે. જયારે તેની પહોળાઈ જગતપુર તથા ચેનપુર તરફ અંડરપાસની પહોળાઈ ૧૭.પ૦ મીટર રહેશે.

જયારે કેરેઝ-વે ની પહોળાઈ ૭.પ૦ મીટરની રહેશે. રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવેલ આરસીસી બોક્ષની પહોળાઈ સાડા આઠ મીટર રહેશે. અંડરપાસની ઉંચાઈ અંદાજે પ.૩૦ મીટરની છે. અંડરપાસમાં બંને તરફ એપ્રોચમાં કુલ ર૦ સ્ટ્રીટ લાઈટ અને રેલવે બોક્ષમાં કુલ ૧૦ લાઈટો નાંખવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.