ટ્રમ્પે જન્મજાત નાગરિકતા ખત્મ કરતાં લાખો ભારતીયોને અસર
વોશિંગ્ટન, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખપદ સંભાળ્યાના પહેલા જ દિવસે અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડર પસાર કર્યાં હતાં. આમાં પેરિસ ક્લાયમેટ એગ્રીમેન્ટ અને વિશ્વ આરોગ્ય સંગઠનમાંથી અમેરિકાને બહાર કાઢવા, ટિકટોકને ૭૫ દિવસનો સમય આપવા, મોતની સજાને ફરીથી બહાલી આપવા અને માફી આપવાની શક્તિનો ઉપયોગ સહિતના અનેક નિર્ણયોનો સમાવેશ થાય છે.
લાખો ભારતીયોને સૌથી વધુ અસર કરે તેવા એક આદેશમાં તેમણે બિન-કાયમી નિવાસીઓના બાળકોને આપોઆપ મળતી નાગરિકતાને ખતમ કરવાની જાહેરાત કરી હતી.
જન્મજાત નાગરિકતા બંધ કરવાનો નિર્ણય અમેરિકાની ઇમિગ્રેશન નીતિમાં મોટો ફેરફાર દર્શાવે છે. આ નિર્ણયનો અમલ ૩૦ દિવસમાં થશે. જોકે આ નિર્ણયને કોર્ટમાં પણ પડકારવામાં આવ્યો છે.
જન્મજાત નાગરિકતા સમાપ્ત કરવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર ટ્રમ્પે હસ્તાક્ષર કર્યાના થોડા કલાકોમાં જ ન્યૂ હેમ્પશાયરમાં ઇમિગ્રેશન એડવોકેટ્સે તેમની સામે કેસ દાખલ કર્યાે છે.ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં જણાવાયું હતું કે જો માતાપિતામાંથી કોઇ એક અમેરિકન નાગરિક નહીં હોય તો યુ.એસ.માં જન્મેલા બાળકોને તેમની સરકાર દ્વારા નાગરિક તરીકે માન્યતા આપવામાં આવશે નહીં.
જો ટ્રમ્પના નિર્ણયનો અમલ થશે તો અમેરિકામાં વર્ક વિઝા કે ટુરિસ્ટ વિઝા પર રહેતા ભારતીય માતાપિતાના ત્યાં જન્મેલા બાળકને આપોઆપ અમેરિકાની નાગરિકતા મળશે નહીં. એક્ઝિક્યુટિવ ઓર્ડરનો હેતુ દેશમાં બર્થ ટુરિઝમને સમાપ્ત કરવાનો છે.
જન્મજાત નાગરિકતા એક કાનૂની સિદ્ધાંત છે, જે હેઠળ માતાપિતા કોઇપણ દેશના હોય પણ બાળક જે દેશમાં જન્મે છે તે દેશની આપોઆપ નાગરિકતા મળે છે. માતાપિતા કાયદેસર અમેરિકામાં રહે છે કે નહીં તેને પણ ધ્યાનમાં રાખવામાં આવતું નથી. અમેરિકાના બંધારણમાં ૧૪મો સુધારો હેઠળ યુએસની ધરતી પર જન્મેલા લગભગ તમામ બાળકોને આપોઆપ નાગરિકતા મળે છે.
ઇમિગ્રેશનને ડામવા માટે ટ્રમ્પે યુએસ-મેક્સિકો સરહદ પર રાષ્ટ્રીય કટોકટી પણ જાહેર કરી હતી. માર્કાે રુબિયોને યુએસ સેનેટ દ્વારા સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે નીમ્યા બાદ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા.SS1MS